________________
એમ ચાલવા લાગ્યો. તે વખતે સામંતોના મસ્તક પર રહેલા કલગીઓથી રચાયેલા છત્રોની અંતરાળે નરપતિના શીષ પર રહેલું શ્વેત છત્ર નીલકમળોની વચ્ચે આવેલા શ્વેત કમળની પેઠે શોભવા લાગ્યું.
આગળ ચાલ્યા ત્યાં માર્ગને વિષે કોઈએ જન્મતાંવેત જ ત્યજી દીધેલી, સુંદર આકૃતિની, માર્જર-ઉંદર-સર્પ તથા શ્વાનના શવ કરતાં પણ અત્યંત દુર્ગધ મારતી એક બાલિકા પડેલી હતી. રણક્ષેત્રને વિષે પણ કદાપિ પાછી પાની ન કરતા એવા સૈનિકો એની દુર્ગધથી નાસિકા બંધ કરીને ગંધહતિના ગંધથી બીજા હસ્તિઓ નાસી જાય તેમ, ક્ષણમાં ભાગી જવા લાગ્યા. રાજાએ પૂછ્યું-અરે ! આ શું થયું ? એટલે એક જણે કહ્યું- હે રાજન ! અહીં એક સાક્ષાત પાપની માળા હોય નહીં એવી અત્યંત દુર્ગધ મારતી બાળા પડેલી છે. પછી ભૂપતિએ જાતે એને જોઈ પણ એને તો લેશમાત્ર પણ જુગુપ્સા થઈ નહીં. પછી “મારે એનું ચરિત પૂછવું પડશે.” એમ વિચારતો આગળ ચાલ્યો. સમવસરણને વિષે પહોંચી જિનભગવાનનને વંદન કરી રાજાએ પૂછ્યું-હે સ્વામિ ! આજે મેં માર્ગને વિષે જે બાળિકા જોઈ એણે શું કર્મ કર્યું હશે કે જેથી એ લસણની જેમ દુર્ગન્ધભાવને પામી છે ? એ પરથી શ્રી વીરજિનેન્દ્ર જનસમૂહને બોધ થાય એવા હેતુથી કહેવા લાગ્યા :
પર્યન્તદેશને વિષે શાલિગ્રામ નામના ગામમાં ધનમિત્ર નામનો ધનાઢ્ય વણિક રહેતો હતો; અથવા તો સ્થળને વિષે શું કમળો નથી હોતાં ? એ ધનમિત્રને જંગમ વનલક્ષ્મી હોય નહીં એવી ધનશ્રી નામની પુત્રી હતી. અન્યદા એના પિતાએ ગ્રીષ્મકાળને વિષે એનાં લગ્ન આરંભ્યાં; તે વખતે યુગ પ્રમાણ ભૂમિને વિષે દષ્ટિ દઈ ચાલતા એવા, એક અતિ શાંત અને દાંત મુનિએ તે શ્રેષ્ઠીના ગૃહને વિષે ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. એમના દક્ષિણ હસ્તને વિષે એક જાડી યષ્ટિકા હતી; અને એમના ચરણની આંગળીઓના વધી ગયેલા નખ જાણે મદોન્મત્ત કામદેવરૂપી હસ્તિને ભેદવાને અંકુશો હોય નહીં એવા જણાતા હતા.
૧. સિમાડે આવેલો દેશ,
૧૭૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)