________________
રાત્રિભોજનનો ત્યાગ કરવો પડશે. મિત્ર-બંધુ-શરીરને વિષે મમત્વ મૂકવો પડશે; તે વિના છૂટકો નથી. ઉદ્ગમશુદ્ધ, ઉત્પાદનાશુદ્ધ, ગ્રાસશુદ્ધ અને એષણાશુદ્ધ એવી ભિક્ષા ગ્રહણ કરીને નિભાવ કરવો પડશે; અને લોભમાત્ર ત્યજી દઈને પરિગ્રહ વિના રહેવું પડશે. ત્રણ ગુપ્તિ અને પંચસમિતિ ધારવી પડશે અને માસાદિ પ્રતિમા તથા દ્રવ્યક્ષેત્ર પ્રમુખ અભિગ્રહ લેવા પડશે. એટલું જ નહિ પણ જીવિતપર્યન્ત સ્નાન નહીં થાય; શયન ભૂમિ પર કરવું પડશે; કેશ અને શ્મથુનો લોચ કરવો પડશે, અને રહેવાનું નિરંતર ગુરુકુળને વિષે રાખવું પડશે. સુધા પ્રમુખ બાવીશ પરિષહો અને ક્ષુદ્ર તિર્યંચ-નર-દેવ પ્રમુખના ઉપસર્ગો સહન કરવા પડશે. નિરંતર મહાપ્રયાસ લઈને અઢારસહસશીલાંગ વહન કરવા પડશે, અને જે મળ્યું તે ઉપર નિર્વાહ કરવો પડશે.
હે પુત્ર ! તારે દીક્ષા લઈને આ સર્વ લોહના ચણા ચાવવાના છે, તથા વેળુના કોળીઆ ભરવાના છે. મહાન તરંગોને લીધે ભીષણ. એવો મહાસાગર ભુજામાત્રથી તરવાનો છે, તથા જેમાં પૂર આવ્યું છે એવી સ્વર્ગગંગાને સામે પૂરે તરવાની છે. એટલું જ નહીં પણ તીક્ષ્ણ ખડગધારા પર પગ મૂકીને ચાલવાનું છે તથા પ્રજ્વલિત જ્વાળાવાળા અગ્નિને પગવતી શાંત કરવાનો છે. મેરૂ પર્વતને તુલાથી તોળવાનો છે અને રાગાદિ ભયંકર શત્રુઓનો એકલે હાથે જ પરાજય કરવાનો છે. ઉપસર્ગયુક્ત પરિષહોને સહન કરવા ઉપરાંત, વ્યાસ સહિત ફર્યા કરતા ચક્રવાળા સ્તંભ ઉપર રહેલી પુતળીને વિંધવાની છે ! દુઃખેથી ઉખેડી શકાય એવા ગૃહમંડપના વાંસને છે દવા એ સહેલું છે; તેમ દીક્ષા લેવી એ પણ સહેલું છે; પણ તેમાં શીલનો જે ભાર છે તે દુર્વહ છે. માણસો વિશ્રામ લેતા લેતા તો અનેક ભાર વહન કરે છે, પણ આ શીલરક્ષણરૂપ ભાર તો યાવજીવ, વિશ્રાન્તિ વિના વહન કરવાનો છે. હે સુકુમાર વત્સ ! તું દીક્ષા લઈશ એટલે તારે, તે પૂર્વે નહીં ઉપાડેલી એવી જગતના જયની પતાકાને ગ્રહણ કરવાની છે. હે
૧. ચારિત્રના અઢારહજાર અંગ છે તેના ધારણ કરનારા મુનિ કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૭