________________
હવે વૃદ્ધાવસ્થાને વિષે તો પ્રાણીને પ્રાયઃ અત્યંત દુઃખ હોય છે; કારણ કે કુષ્ટિના શરીરને વિષે તો મક્ષિકા વિશેષે કરીને જાળ બાંધે છે. બુદ્ધિની સાથે શરીર પણ સંકોચ પામે છે, અને ગતિની સંગાથે ચક્ષુઓ પણ નિરંતર ગળી જાય છે. દાંત પણ “આ કેશોએ આપણો શ્વેતગુણ લઈ લીધો” એમ કહીને જાણે રીસાઈ જતા હોય નહીં એમ લજ્જાને આગળ કરીને જતા રહે છે. વૃદ્ધ માણસ “યૌવનને વિષે લેશમાત્ર મદ કરવો નહીં” એમ જાણે બોધ આપતો હોય નહીં એમ જાણે મંચ ઉપર પડ્યો પડ્યો ખોં ખોં કર્યા કરે છે. વળી જો એ હિતબુદ્ધિથી પુત્રોને શિખામણ આપવા જાય છે તો એઓ કહે છે કે વૃદ્ધ થયા પણ હજુ મૌન ધારણ કરતા નથી; તમે શ્વાનની પેઠે ભસી ભસીને નિત્ય અમારા કાન કરડી ખાધા; હવે તો અમે તમારા જેવા. પિતાથી લોકોને વિષે લાજી મરીએ છીએ. પુત્રવધુઓ પણ સર્વે, જે શ્વસૂરની કૃપાથી ઉત્તમ સુવર્ણના આભૂષણો પામી હોય છે એ શ્વસુરની એવી અવસ્થા જોઈ જોઈને, લાજ કાઢવી તે કોરે મૂકીને, ઉલટી તિરસ્કાર સહિત નાક મરડીને મુખ થકી થુંકે છે. સ્ત્રી પણ એને વાસ્તે તુચ્છ જેવું ભોજન બનાવીને એકેકવાર કાષ્ટપાત્રને વિષે લાવીને એને રંકની. પેઠે આપે છે. ભૂતા-અતિસાર-કંડ-ક્ષય-કુષ્ટ-જ્વર આદિ વ્યાધિઓ, જીવડાંઓ કાષ્ટને કરે છે તેમ, તેનાં શરીરને નિઃસાર કરી નાંખે છે. | (શ્રી વીરસ્વામી શ્રેણિકરાજા પ્રમુખ સમક્ષ દેશના આપે છે તેમાં ઉપર પ્રમાણે કહીને હવે કહે છે કે, એ પ્રમાણે અમે મનુષ્યભવનાં દુઃખો લેશમાત્ર બતાવ્યાં છે; અથવા તો તલ થકી શ્યામ મરી કેટલાં ભિન્ન કરી શકાય ? વળી કાચને વિષે જેમ લેશમાત્ર મણિનો ગુણ નથી તેમ અહીં આપણે ધારીએ છીએ તેવું, સ્વર્ગને વિષે પણ ખરેખરું સુખ નથી. કારણ કે ત્યાં એ અય વિભૂતિવાળા દેવો અન્ય દેવોની સમૃદ્ધિ જોઈને શોચ કરે છે અને એમની લક્ષ્મીનો નાશ કરવાને માટે દુર્જનની પેઠે યત્ન કરે છે.
વળી વૈદેહી સીતાને રાવણ હરી ગયો હતો તેમ એઓ પણ પારકાની સ્ત્રીને વિષે મોહબ્ધ બનીને તેનું હરણ કરી જાય છે. વળી
૧૨૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)