________________
વળી લોકપાળ યમના અપત્યસ્થાનીય ભવનપતિનિકાયના ક્રૂર મનવાળા પરમાધાર્મિક દેવતાઓ ત્યાં આવી આવીને તેમને, બંદિગૃહના રક્ષકો બંદિખાને નાંખેલા પુરુષોને જ દુ:ખ દે છે તેમ, સેંકડો પ્રકારે કદર્થના કરે છે. તેઓ ઉત્પન્ન થાય છે કે તુરત જ તેમને, સોની લોકો ધાતુની સળીઓને ખેંચે છે તેમ સાંકડા મુખવાળા ઘટીયંત્રોમાં ખેંચી કાઢે છે; વળી કંસે સુલતાના પુત્રોને પછાડ્યા હતા તેમ એમને પગ વચ્ચે લાવીને નિર્દયપણે કઠિન શિલા ઉપર પછાડે છે; સુથાર લોકો લાકડાં ચીરે તેમ તેઓનાં અંગોપાંગ ચીરે છે, અને તેમને ભૂમિ પર લોટાવી લોટાવીને વસ્ત્રોની પેઠે મૃગરના પ્રહારથી કુટે છે; પત્થરની જેમ તેમના ટુકડા કરે છે અને કરવતથી છેદી નાંખે છે; કણિકની પેઠે પીસે છે અને અડદના દાણાની જેમ દળી નાંખે છે; કુંભનું મુખ બંધ કરીને ધાન્યને રાંધે છે તેમ તેમને રાંધી નાંખે છે અને ચણાની પેઠે તળે છે તથા રાજા પોતાના સેવકોથી ગાયોના ટોળાંને રૂંધે છે તેમ તેમને રૂંધે છે.
ઉષ્ણતાપમાંથી જો તેઓ છાયામાં આવે છે તો શાભલિ વૃક્ષની શાળની પેઠે, તેમના ખગ જેવી ધારવાળા પત્રોથી તલતલ જેવા ટૂકડા કરવામાં આવે છે. અને તો પણ તેમનાં તેવાં કર્મનિયોગને લીધે તેમનાં શરીર પારાની કણીઓની પેઠે તત્ક્ષણ મળી જાય છે (અક્ષત થઈ જાય છે). તૃષાતુર હોઈને જો તેઓ શીતળ, સ્વાદિષ્ટ જળ શોધે છે તો તેમને વૈતરણી નદીના પૂજ્ય પ્રમુખ પદાર્થો પાવામાં આવે છે. વળી પૂર્વનાં પરસ્ત્રીગમનાદિ પાપોનું સ્મરણ કરાવી કરાવીને તેમને, તેમના અતિ રૂદન છતાં પણ, અગ્નિથી તપાવેલી લોહની પુતળીઓનું આલિંગન કરાવે છે.
આ જીભથી તમે અસત્ય વાણી બોલતા હતા' એમ કહી કહીને તેમને તેમના બરાડા છતાં અતિ પ્રયાસે, પીગળાવેલું સીસું સુદ્ધાં પાવામાં આવે છે. એનાથી પણ તેમનાં દુઃખની સીમા આવતી નથી; “તમને પારકું માંસ બહુ પ્રિય હતું” એમ કહી કહીને તેમને તેમનું જ માંસ કોતરી
૧. સોમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર દિશાના ચાર લોકપાળ કહેવાય છે. ૨. પુત્રો જેવા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૨૩