________________
કેવલિમહારાજની આગળ અને શ્રીમાન વીરપ્રભુની પાસે જ બેઠા; કારણ કે એવો જ શાશ્વતકાળથી નિયમ છે.
પછી મહદ્ધિદેવતાને આવતા જોઈ સર્વ તેને નમન કરવા લાગ્યા, અને એ બેઠો એટલે, એને નમતા ગયા; કારણ કે લોકને વિષે પણ ઉચિત શોભે છે તો જિનભગવાનના શાસનને વિષે શોભે એમાં તો કહેવું જ શું. અહો ! ધન્ય છે, ત્રણ જગતના સ્વામીના આવા-અવર્ય-લોકોત્તર પ્રભાવને ! કે જેને લીધે બીજા કોટને વિષે હસ્તિ-અને-સિંહ, ભેંસઅને–અશ્વ, હરિણ-અને-સિંહ, બિલાડી-અને-ઉંદર, નકુળ-અને-સર્પ પ્રમુખ અન્યત્ર-નિત્ય-મત્સરભાવને ધારણ કરનારા પ્રાણીઓ, પોતાના એ સહજ વૈરનો ત્યાગ કરીને સાથે રહેલા છે. ત્રીજા પ્રાકારને વિષે સર્વ વાહનો રહ્યાં હતાં; અહો ! જેમને જિનેશ્વર ભગવાનના દર્શન થાય એવા અભિયોગી'ને પણ ધન્ય છે ! સર્વે દેવતાઓ હર્ષથી ગર્જના કરવા લાગ્યા, નાચવા કુદવા લાગ્યા, આળોટવા લાગ્યા, ગાવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા, તથા હોંશેહોંશે પ્રભુને વાંદવા લાગ્યા. એટલામાંતો જેમ શરીરને વિષે અસંખ્યાત જીવપ્રદેશ સમાયેલા છે તેમ યોજનમાત્રના માનવાળા સમવસરણને વિષે અસંખ્યાત પ્રાણીઓનો સમાવેશ થઈ ગયો.
અહીં પ્રભુના આગમનથી આ પ્રમાણે હર્ષનાદ થઈ રહ્યો હતો એવામાં તો ઉદ્યાનપાલકે જઈને રાજાને હર્ષની વધામણી આપી કે-હે રાજન ! જેમના વિહારની પૂર્વે જ ઉત્પન્ન થયેલા રોગો નષ્ટ થઈ જાય છે (ભાવરોગ સુદ્ધાં નાશ પામે છે તો બાહ્યરોગનું તો શું જ કહેવું ?) વળી જેમને જોઈને છ ઈતિઓ દૂર થાય છે, છ ભાવશત્રુભયા પામીને જ હોય નહીં તેમ જતા રહે છે, વાઘ અને બકરીને વૈર રહેતું નથી, અને સંગ્રામ થકી કાયર પુરુષ જ જેમ તેમ, મરકીનો ઉપદ્રવ પલાયન કરી જાય છે; વળી જેમના આગમનથી દુભિક્ષ અને યુદ્ધકલહ પણ નાસીને ક્યાં જતા રહે છે તેની ખબર સુદ્ધાં પડતી નથી (અથવા
૧. સેવકવર્ગ. ૨. જુઓ પૃષ્ઠ ૬ માની ફુટનોટ ૩
૧૧૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)