________________
ભણી આવ્યા.
સર્વજ્ઞ એવા શ્રી વીરસ્વામીના ચરણતળે સુવર્ણના કમળો શોભતા હતા; તે જાણે સ્વર્ગગંગાને વિષે પોતાના વાસથી (થયેલી) પોતાની જડ (ળ) તાથી મુક્ત થવાને અર્થે જ (તેમના ચરણનો સ્પર્શ કરવાને જ) આવ્યા હોય નહીં ! માર્ગને વિષે ભગવાને અનુકૂળ શકુનો થયા; અથવા તો, ત્રણ લોકના નાથને તો બધુંયે વિશ્વ અનુકૂળ જ હોય છે. વળી, જાણે પોતાના વિરૂપપણાને બતાવવાને અનાતુર હોય તેમ મૃદુ પવનો પણ પ્રભુના પૃષ્ટભાગે વાતા હતા. વળી વૃક્ષો પણ જાણે “અમે સ્થાવર હોવાથી આપના વ્યાખ્યાનને વિષે આવી શકવાના નથી” એમ કહીને પ્રભુને માર્ગને વિષે જ પ્રણામ કરતા હતા. કંટકો પણ “આમણે સર્વ ભાવકંટકોને તો ચૂર્ણ કરી નાંખ્યા તો આપણા જેવાની તો વાતા જ શી” એમ સમજીને જ જાણે અધોમુખ થતાં હતા.
ઊંચે વિસ્તરતી કાન્તિના સમૂહવાળું ધર્મચક્ર પણ જાણે દંડ લઈને ચાલતો પ્રતિહાર હોય તેમ, પ્રભુની આગળ ચાલતું વિરાજતું હતું. વળી “પ્રભુનો અન્તસ્તાપ તો ક્યારનો શમી ગયો છે પણ એમને હવે બાહ્ય તાપ સુદ્ધાં ન રહો” એટલા માટે જ જાણે તેમના મસ્તક પર ત્રણ કાન્તિમાનું છત્રો શોભી રહ્યાં હતાં. વળી પ્રભુની આગળ ધર્મધ્વજ ચાલતો હતો તે પણ “મારો બધુ તો સૌધ (મહેલ) ને વીષે રહેલો છે” એમ ઘુઘરીઓના શબ્દના મિષથી કહેતો હોય નહીં અને હાલના વસ્ત્રને બહાને લાલન કરતો હોય નહીં ! વળી પ્રભુની આગળ બે શ્વેત ચામરો સુંદર રીતે વીંજાતાં હતાં, તે જાણે તેમના યશરૂપી હંસનું જોડલું ક્રીડા કરતું હોય નહીં ! વળી પાદપીઠયુક્ત સુંદર આસન પણ પ્રભુની સાથે સાથે આકાશને વિષે ચાલતું હતું, તે જાણે માર્ગને વિષે પ્રભુને વિશ્રામ લેવાને અર્થે જ હોય નહીં ! આ પ્રમાણે દેવાધિદેવ એવા શ્રી વીરતીર્થકર અનેક કોટિબદ્ધ દેવતાઓના પરિવાર સહિત રાજગૃહનગરે સમવસર્યા.
તે સમયે વાયુકુમાર દેવતાઓએ સાક્ષાત્ પોતાની જ રજ (દોષ)ની જેમ, એક યોજન પ્રમાણ ભૂમિમાંથી રજ (ક્યરો) દૂર કર્યો. પછી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૧૫