________________
કે ચાલવાની શક્તિ ન હોવાથી એ ભૂમિ પર માંડમાંડ પગલાં મૂકતી હતી. વળી એક બીજી પણ ચાલવાને અસમર્થ હોવાથી પોતાના અતિપુષ્ટ નિતંબ અને ઉરઃસ્થળને નિન્દવા લાગી પણ તેજ કારણને લીધે એક ત્રીજી સુકુમાર શરીરવાળી, દાસી દોડતી ગઈ. વળી એક અસ્પષ્ટ લોચનવાળી અને ચાલવાને અશક્ત એવી અતિવૃદ્ધ દાસી તો પોતાની વૃદ્ધાવસ્થા ઉપર બહુ કોપાયમાન થઈ. પણ એવી ત્વરિત ગતિના મહાવેગને લીધે હાલતાં છે પયોધર જેનાં એવી એક પ્રિયંવદા નામની દાસી નિતંબની સ્ખલનાને પણ નહીં ગણકારીને શ્વાસ ખાતી પણ હૃદયને વિષે હર્ષ પામતી, આડેઅવળે માર્ગે જતી અને પોતાની અનેક સખીઓને આનંદ પમાડતી સમુદ્રની પાસે નદી પહોંચે તેમ, મગધેશ્વર શ્રેણિકરાજાની પાસે સર્વ કરતાં ક્ષણવાર વહેલી પહોંચી.
પુષ્કળ શ્વાસથી હાંફતી હતી છતાં પણ દાન મળવાની આશાએ બોલી-હે પ્રભુ ! મારી વધામણી છે આપનો જય થયો છે, વિશેષ પ્રકારે જય થયો છે. ધારિણી દેવીને, રૂપમાં કામદેવનો પણ પરાજય કરે એવો અને અમારા મનોરથને પૂર્ણ કરનારો પુત્ર પ્રસવ્યો છે એ સાંભળી હર્ષ પામી રાજાએ “મારાં અંગોપાંગ તો સર્વે હર્ષના રોમાંચરૂપ આભૂષણથી ભૂષિત થયાં છે તો હવે આ અજાગલસ્તન જેવા આભરણો મારે શા કામનાં છે ?” એમ વિચારીને જ જાણે પોતાના દેહ ઉપરથી (મુકુટ સિવાય) સર્વ અલંકારો ઉતારી એ વધામણી લાવનાર પ્રિયંવદા દાસીને આપી દીધાં, આપણા અપરાધી એવા પણ શ્રીમંતોને કેદખાનાથી મુક્ત કરવામાં આવે છે તેમ એને દાસીપણાથી મુક્ત કરી. અન્ય દાસીઓને પણ રાજાએ યથાયોગ્ય દાન દીધું, કારણ કે આશા કરીને આવેલાની આશા મહાન પુરુષો પૂર્ણ કરે જ છે.
તે જ વખતે નરપતિ શ્રેણિક મહારાજાએ સમગ્ર નગરને વિષે ચિત્તને ચમત્કાર પમાડે એવો સુત-જન્મનો મહોત્સવ કરાવ્યો. કોમળ કંઠવાળી અને રૂપવતી વારાંગનાઓના નૃત્ય અને ગીત શરૂ થયા; વિદ્યાનંત કળાવિદ્ પુરુષો વાજિંત્ર વગાડવા લાગ્યા; કોયલના સમાન મધુર કંઠવાળી નારીઓ ધવલ મંગળ ગાવા લાગી અને દ્વારે દ્વારે તોરણ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૭