________________
સગ ત્રીજો
પછી શ્રેણિકરાજાએ ધારિણી નામે એક સગુણના ભંડારરૂપ એવી નવી રાણી આણી; કારણ કે હસ્તિને શું એક જ હાથણી હોય ? તેના રૂપવાન–સૌંદર્યવાનું અને સૌભાગ્યવાનું શરીરને વિષે ક્યાંય પણ એકે અલક્ષણ નહોતું અથવા તો શંખને વિષે કાળાશ હોય જ નહીં. સતીશિરોમણિ એ ધારિણી પોતાના અમૂલ્ય અને પવિત્ર એવા શીલરત્નનું રક્ષણ કરવાનો નિશ્ચયે લજ્જારૂપી રક્ષિકાને ધારણ કરતી હતી. એ પતિવ્રતા સ્ત્રી કમલિનીની જેમ પોતાના પતિરૂપ ચંદ્રમાના મુખ સિવાય અન્ય કોઈનું મુખ જોતી નહીં. બાલ્યાવસ્થાને વિષે દૂધ પીવાથી એની રસના મધુર થઈ હોય નહીં, તેથી જ જાણે એ કદિ પણ કડવાં વચન ઉચ્ચારતી નહીં ! એણે નિશ્ચયે કોઈ શ્રેષ્ઠ અધ્યાપકની પાસે દાનનો અભ્યાસ કર્યો હશે; નહીં તો અર્થીજનોને દાન આપતાં એનો હાથ કેમ ન થાકી જાય ? સૂર્યને જેમ દિવસરૂપી લક્ષ્મીની સાથે, તેમ રાજાને એની સાથે ઉત્તમ પ્રકારના ભોગ ભોગવતાં કેટલોક કાળ વ્યતીત થયો.
એકદા પાછલી રાત્રીએ પંચવર્ણના સુગંધી દ્રવ્યોથી સુવાસિત થયેલા કુસુમના સમૂહવાળા, અને ધુપથી બહેકી રહેલા આવાસભવનને વિષે, નાના પ્રકારનાં મણિ સુવર્ણ અને રૂપાથી જડેલા-હંસના વાળના સમૂહથી સંપૂર્ણ-ઉત્તમ પટ્ટસૂલીથી વિરાજતા-પાંગથે અને મસ્તકને સ્થાને મૂકેલા ઓશીકાથી શોભી રહેલા-બહુ મૂલ્યવાનું અને નવનીત સમાન મૃદુ એવા પ્રચ્છદપટવાળા-ગાલ રહે તે સ્થાને સુંદર ગાલમસૂરીઆથી યુક્ત-ઉપર જડી લીધેલા ઉલ્લોચથી દીપતા-મધ્યભાગે જરા નમેલા-ગંગાના પુલિનપ્રદેશ જેવા-અને જાણે દેવશય્યા જ હોય નહીં એવા જણાતા-પલંગને વિષે સૂતેલી એ ધારિણીદેવીએ સ્વપ્નને વિષે, નંદાની પેઠે, એક ઊંચા-મદઝરતાચાર દંકૂશળવાળા અને ઉજ્વળ વર્ણના હસ્તિને (પોતાના) મુખને વિષે પ્રવેશ કરતો જોયો. સૂર્યના દર્શનથી ઉતફુલ્લ પત્રોવાળી પદ્મિનીની જેમ,
૧. રાખડી. ૨. સૂતરની પાટી (?) ૩. ચાદર. ૪. રેતીવાળો કિનારો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૯૭