________________
આવી ગંભીર અને ઉગ્ર વાણીથી મનમાં ચમત્કાર પામેલો સુવેગ દૂત આસન પરથી ધીમે ધીમે ઉભો થયો અને ભયથી સ્ખલના પામતો સભામાંથી બહાર નીકળી, જલ્દીથી પોતાના રથ ઉપર ચડી ગયો. તે વખતે લોકો આ પ્રમાણે વાતો કરવા લાગ્યા. કોઇએ કહ્યું, ‘આ કોઇ નવો માણસ સભામાંથી નીકળ્યો જણાય છે, હું ધારું છું કે તે ભરત રાજાનો દૂત હશે.'
ત્યારે બીજાએ કહ્યું, ‘શું બાહુબલિ સિવાય બીજો કોઇ રાજા છે ખરો ?' એટલે અન્ય કોઇએ ઉત્તર આપ્યો કે, ‘હા. બાહુબલિના જ્યેષ્ઠબંધુ ભરત નામે રાજા છે.’
ત્યારે કોઇ બોલ્યું કે, ‘તો આટલા વખતથી તે કયા દેશમાં ગયો હતો ?' અન્ય કોઇએ કહ્યું કે, ‘તે ચક્રવર્તી હોવાથી છ ખંડ સાધવા ગયો હતો.' વળી કોઇ ત્રીજાએ કહ્યું કે, ‘તેણે આ દૂત શા માટે મોકલ્યો હશે ?' જવાબમાં અન્યે કહ્યું, ‘પોતાની સેવા કરવાનું કહેવા માટે મોકલ્યો હશે.' ત્યારે અન્ય કોઇ બોલ્યું કે, ‘શું તેને મંત્રી નહીં હોય કે જે આવું કામ કરતાં ભરતને રોકે નહીં ?'
એટલે પેલાએ કહ્યું કે, તેને સેંકડો મંત્રીઓ છે, પણ આ કામમાં સર્વે ઉલ્ટી સલાહ આપે છે.'
આ સાંભળી એક જણે કહ્યું, ‘ભાઇ ! આ તો સૂતેલા સિંહને જગાડવા જેવું છે.’ આ પ્રમાણે નગરજનોનો વાર્તાલાપ સાંભળતો સુવેગ વેગથી તક્ષશિલા નગરીની બહાર નીકળ્યો. શહેરે-શહેરે અને ગામડે-ગામડે ભુજાના મદથી ગર્વ ધરતા અને શસ્ત્રોને ઉગામતા વીર પુરુષોને જોઇ તથા હાથમાં શસ્ત્રો લઇ યુદ્ધ કરવા સજ્જ થતા બાળકોને જોઇ સુવેગ મનમાં વિચારવા લાગ્યો કે અહીં આવા બાળકો પણ યુદ્ધ કરવાની સ્પૃહા કરે છે, તો શું આ ભૂમિનો ગુણ હશે કે બાહુબલિના પરાક્રમનો ગુણ હશે ? ખરેખર ! જેવા રાજા હોય તેવી પ્રજા હોય છે.’ તેથી પોતાના સ્વામીના બળના માહાત્મ્યથી જ આ સર્વે ઉત્સાહ ધરે છે.
આગળ ચાલતાં અનુક્રમે એક ભયંકર અટવીમાં આવ્યો. ત્યાં પણ પર્વતના રાજાઓને યુદ્ધ માટે સજ્જ થતા જોઇ, તે દૂત બંને ભાઇઓનું પરસ્પર વૈર થવાના હેતુથી હૃદયને નીંદવા લાગ્યો અને વિચારવા લાગ્યો, ‘અહા ! ચક્રવર્તીને શી ન્યૂનતા છે કે જે આ બાહુબલ પાસેથી સેવાને ઇચ્છે છે. મેં પણ કેસરીસિંહની જેમ બાહુબલિને ફોકટ આ રીતે ચીડવ્યા છે.’ એમ વિચારતો સુવેગ કેટલાક દિવસે પોતાના સ્વામીના દેશની નજીક સુખપૂર્વક આવી પહોંચ્યો. તે વખતે ત્યાંના લોકોમાં થતી વાતો સાંભળી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૭૪