________________
આ બાજુ નગરીમાં ભરતેશ્વર પધાર્યાના સમાચાર આવવાથી લોકો અત્યંત હર્ષિત થયા. વિવિધ પ્રકારના તોરણો, ધજા, પતાકા વગેરે વડે આખું નગર શણગાર્યું. બજાર અને શેરીઓ શણગારી અને સ્વામીનો સત્કાર કરવા સૌ સજ્જ થઇને રહ્યા. નગરીમાં પ્રવેશવાની ઇચ્છાવાળા ભરતેશ્વર પણ શુભમુહૂર્તે ગજરત્ન ઉપર આરૂઢ થયા. ઠેકાણે ઠેકાણે નગરજનોનાં નમનને સ્વીકારતા ભરત ચક્રવર્તી નગરીમાં પધાર્યા. નગ૨ વચ્ચે થઇને ચાલતાં અનુક્રમે પિતાના મહેલ પાસે આવ્યા. મહેલ પાસે આવતા જ હાથી ઉપરથી નીચે ઉતર્યા. તે સાથે બીજા બધા પણ પોતપોતાના વાહનો ઉપરથી નીચે ઉતર્યા. ભરતેશ્વરે પ્રથમ પોતાના ૧૬ હજાર અધિષ્ઠાયક દેવતાઓને યથોચિત પૂજા કરીને વિદાય કર્યા. પછી બન્નીશ હજાર રાજાઓ, પુરોહિતરત્ન, ગૃહપતિરત્ન અને વાÁકિરત્નને વિસર્જન કર્યા. પછી ૩૬૩ રસોઇયા, શ્રેષ્ઠીઓ, અઢારે વર્ણના શ્રેણી-પ્રશ્રેણીના લોકો, દુર્ગપાલો અને સાર્થવાહોને પણ ભરતેશ્વરે જવાની સંમતિ આપી. પછી સ્ત્રીરત્ન સુભદ્રા આદિ સકલ અંતઃપુર સાથે, ભરત મહારાજાએ મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રથમ પિતાની મૂર્તિને પ્રણામ કરી સ્નાનપીઠ પર ગયા. ત્યાં સ્નાન કરીને આવ્યા પછી પુષ્પ, ધૂપ અને અક્ષતાદિ વડે ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી. ત્યારપછી સુખ ભોગવતાં કેટલોક કાળ પસાર કર્યો.
ભરતેશ્વરનો અયોધ્યામાં રાજ્યાભિષેક :
હવે, દેવોએ અને રાજાઓએ આવીને ભરત રાજાને વિનંતી કરી કે, ‘મહારાજ ! તમે છ ખંડના અધિપતિ થયા છો. તેથી અમને મહારાજ્યાભિષેક કરવાની રજા આપો. આપનો રાજ્યાભિષેક કરવાનો અમારો આચાર છે.
આ સાંભળી ભરતેશ્વરે આજ્ઞા આપી. એટલે તરત જ અનેક રાજાઓ, વિદ્યાધરો અને યક્ષો ત્યાં ભેગા થયા. યક્ષોએ ઇશાન દિશામાં એક સુંદર મંડપ રચ્યો. પછી પવિત્ર એવા અનેક દ્રહો, નદી, સમુદ્ર અને તીર્થોમાંથી જલ, મૃત્તિકા (માટી), વાલુકા લાવ્યા. ભરતનરેશ્વરે પૌષધશાળામાં જઇને અક્રમનો તપ કર્યો. કારણ કે ‘તપથી મેળવેલું રાજ્ય તપ વડે જ આબાદ થાય છે.' તપ પૂર્ણ થયા પછી, પૌષધ પારી, ઉત્તમ વસ્ત્રો પહેરીને ભરત રાજા અંતઃપુરની સ્ત્રીઓ સહિત દિવ્યમંડપમાં આવ્યા. તે મંડપના મધ્યભાગમાં રચેલા મણિમય રત્નપીઠને અને સિંહાસનને પ્રદક્ષિણા કરી. પછી તે ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે સ્ત્રીરત્ન સહિત ભરત ચક્રવર્તી બેઠા. ત્યાર પછી ઉત્તર દિશામાં બત્રીશ હજાર રાજાઓ બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વકિ અને પુરોહિતરત્ન તથા અન્ય શ્રેષ્ઠી વગેરે દક્ષિણ દિશામાં પોત-પોતાના યોગ્ય
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૬૮