________________
કેટલાક દિવસો ત્યાં રહીને પછી ચક્રવર્તીએ સેનાપતિને કહ્યું કે, “તમિસ્રા ગુફાના દ્વાર ઉઘાડો.' સ્વામીની આજ્ઞા થતાં તરત જ સૈન્યથી પરિવરેલો સુષેણ સેનાપતિ ગુફાના દ્વાર પાસે આવ્યો. ત્યાં અઠ્ઠમ તપ કરી, અટ્ટમને અંતે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, હાથમાં સુવર્ણનું ધૂપીયુ રાખી ગુફા પાસે આવ્યો. ગુફાના દર્શન થતાં જ તેણે પ્રણામ કર્યા. પછી ત્યાં અઢાઈ ઉત્સવ કરી, શુદ્ધ અક્ષતોથી અષ્ટમાંગલિકો આલેખી, હાથમાં દંડરત્ન ગ્રહણ કર્યું. તે દંડરત્નથી ગુફા દ્વારની ઉપર ઘા કરવાની ઇચ્છાથી સાત-આઠ ડગલા પાછા વળી વેગથી દંડરત્ન ઉંચો કરી ગુફાના દ્વાર ઉપર ત્રણવાર પ્રહાર કર્યા. તેથી તડતડ” એવા અવાજ સાથે તે દ્વારો ઉઘડી ગયા. એટલે ચક્રવર્તીને જાણ કરી.
ત્યારપછી ભરતેશ્વર ગજરત્ન ઉપર બેસી તમિસ્રા ગુફા પાસે આવ્યા. મણિરત્નને ગજરત્નના કુંભસ્થળ પર મૂક્યું અને ચક્રરત્નને અનુસરતા ચતુરંગી સેના સહિત ગુફાના દ્વારમાં પ્રવેશ્યા. ત્યારપછી બાર યોજન સુધી અંધકારનો નાશ કરનારું કાકિણીરત્ન હાથમાં લીધું અને તેના વડે ગુફાની બંને દિવાલમાં અનુક્રમે એક એક યોજનના આંતરે મંડલ આલેખતા ભરત રાજા આગળ ચાલ્યા. આગળ જતાં નિમ્નગા અને ઉન્નિસ્નગા નામની નદીઓ પાસે આવ્યા. આ નદીના જલનો એવો પ્રભાવ છે કે નિમ્નગા નદીમાં શિલાની જેમ તુંબડી પણ ડૂબી જાય અને ઉગ્નિગા નદીમાં શિલા પણ તુંબડીની જેમ તરે. આ બંને નદીઓ ઉપર વર્લ્ડકીરને પુલ બાંધી દીધો એટલે તેની ઉપર થઇને ચક્રવર્તી સૈન્યસહિત આગળ ચાલ્યા. ત્યાંથી ઉત્તર તરફ ચાલતાં ગુફાના ઉત્તરદ્વાર પાસે આવ્યા. ત્યાં પહોંચતાં જ તે દ્વાર પોતાની મેળે ઉઘડી ગયું. આ રીતે પચાસ યોજનાના વિસ્તારવાળી વૈતાદ્યની ગુફાને પસાર કરી ભરત રાજા ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રનો વિજય કરવા માટે તે ગુફામાંથી બહાર નીકળી આગળ ચાલ્યા. • મ્લેચ્છ જાતિએ ચક્રવર્તીના સૈન્યમાં કરેલો ઉપદ્રવ :
જયારે ભરતચક્રીએ ઉત્તર ભરતાદ્ધમાં વસતા મ્લેચ્છો ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાંના કાલચક્ર, કાલદંષ્ટ્ર, કરાળ, કાલદારૂણ, વડવામુખ અને સિંહ નામના સર્વ પ્લેચ્છોના મુખ્ય છ અધિપતિઓ હતા તે સામે થયા. તે પ્રત્યેકને પાંચ-પાંચ કરોડ અશ્વ, દશ કરોડ રથ, એક કરોડ હાથી અને પચાસ કરોડ પાયદળ આટલું વિશાળ મહાબળવાન સૈન્ય હતું. આ સર્વ સૈન્યને ભેગું કરીને તે મદોન્મત્ત મ્લેચ્છો ભરતચક્રી સન્મુખ યુદ્ધ કરવા દોડ્યા. પ્રલયકાળના મેઘની જેમ બાણોની વૃષ્ટિ કરતા તેઓ ભરત રાજાના અગ્ર સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે દૈત્યોનાં અસ્ત્રોથી ચક્રવર્તીની સેના ત્રાસી ગઇ. હાથીઓ પોકાર કરવા લાગ્યા, રથો ભાંગવા લાગ્યા, ઘોડાઓ નાસવા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૧