________________
એ આશ્રમ ગયા વર્ષે વાવાઝોડામાં અસ્ત-વ્યસ્ત થઇ જતા સંન્યાસી પોતાના શિષ્ય પરિવાર સાથે બીજે ચાલ્યા ગયા અને આ જગ્યા વેરાન વગડા જેવી થઇ ગઇ.
પણ...! એ જગ્યામાં કરેલા એમની દયાના ભાવો પ્રસરી ગયા છે. જેથી અહીં રહેલા દરેક જીવને સારા ભાવો જ આવે છે... આ સાંભળીને સંત ખુશ થઇ આગળ ચાલ્યા. આપણને ... આ પ્રસંગ કંઇક કહી જાય છે કે જો થોડા વર્ષો માટે આવા ભાવો પ્રસરાવ્યા તો આટલી અસર થઇ તો જે પવિત્ર ગિરિરાજ ઉપર અનંત અનંત વર્ષોથી અનંત અનંત આત્માઓ જગતમાત્રના જીવોના હિતની ચિંતા કરતા મોક્ષે ગયા, તે ભૂમિ કેવી પવિત્ર થઇ ગઇ હશે ? તે આજે આપણે અનુભવીએ છીએ. આ મહામૂલા તીર્થરાજ આપણને આરાધવા મળ્યા છે.
આ તીર્થનો મહિમા અદ્ભૂત - અલૌકિક છે. આ તીર્થભૂમિના કણ-કણમાં, વૃક્ષોના પાંદડે-પાંદડે કે ત્યાનાં પરમાણુ-પરમાણુએ જે વિશેષતાઓ છે, તે આ ગ્રંથમાં પૂજય ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજાએ આલેખ્યું છે. વિશાળ સંસ્કૃત ગ્રંથનો અનુવાદ પરમ પૂજ્ય દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, વિદ્ધવર્ય, સાહિત્યરત્ન, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ અને તેની આવૃત્તિઓ બહાર પડતી રહી. જૈન જગતમાં આ શત્રુંજય મહાભ્યનો વાંચનમાં, વ્યાખ્યાનમાં ખૂબ જ ઉપયોગ થતો રહ્યો છે.
અમે શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ અર્થે હતા ત્યારે વયોવૃદ્ધા, દીર્થસંયમી, સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજે આ શ્રી શત્રુંજય માહાત્મ ગ્રંથનો પુનઃ પ્રકાશન અંગે વાત કરી. મનમાં થયું કે આ ગ્રંથનાં ઉપયોગી સ્થાનોની મહત્તા પૂર્ણ લખાણને રાખીને આ ગ્રંથનો સંક્ષિપ્ત સાર પ્રકાશિત થાય તો વધુ ઉપયોગી - રસવાળો બનશે. તેથી આ ગ્રંથનું કાર્ય શરૂ કર્યું. મૂળગ્રંથનો સંક્ષિપ્ત પાંચ પ્રસ્તાવ જેટલો થયો.
- છઠ્ઠા અને સાતમા પ્રસ્તાવમાં બાકીના ઉદ્ધારો, તીર્થના ૨૧ નામના કથાનકો, પ્રાચીન-અર્વાચીન પ્રસંગો, પુન્યાત્માઓનો ઉલ્લેખ તેમજ ભાવયાત્રા અને પરમાત્મા આદિનાથ ભગવાનના ૧૨ ભવ, તીર્થયાત્રાની મહત્તા, તીર્થોમાં થતી આશાતનાથી કર્મબંધ - નુકશાની વિગેરે લખાણો, વિવિધ ગ્રંથો - પ્રકાશનોમાંથી તેમના પૂજ્ય લેખકો, સંપાદકોનાં આભાર પૂર્વક પ્રકાશિત કરી રહ્યા છીએ.
આ ગ્રંથનાં વાંચન દ્વારા તીર્થનો મહિમા ખ્યાલ આવશે અને તીર્થ પ્રત્યે - તીર્થાધિપતિ પ્રત્યે વધતી ભક્તિ દ્વારા એ પુન્યાત્માઓ કર્મનિર્જરા કરી પરમપદને પામવા સભાગી બને, એ જ અભ્યર્થના...
પં, વજૂસેન વિ જન્મ