________________
વાંચ્યાં કે, “હે દેવો ! તમે તમારું સર્વસ્વ અર્પણ કરી અમારી સેવા કરો, એમ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી તમને આજ્ઞા કરે છે.” આ અક્ષરો વાંચી – જોઇને માગધેશ્વરનો કોપ તત્કાળ શાંત થયો અને વિવિધ પ્રકારના ભેટણા તથા તે બાણ લઈ મંત્રી સહિત ભરતચક્રી પાસે આવ્યો. ભરત રાજાને પ્રણામ કરીને વિનંતી કરી કે, “હે સ્વામી ! અમારા સદ્ભાગ્યે આપ અહીં પધાર્યા છો. આજે અમે સનાથ થયા છીએ. આ દુર્વિનીત ભક્ત પાસે પ્રથમ આ બાણ મોકલ્યું તે ઘણું સારું કર્યું. પ્રમાદના કારણે મેં સત્ત્વર આવીને આપની સેવા કરી નહીં તો પણ આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. હે નાથ ! હવેથી હું આપની આજ્ઞા મસ્તક ઉપર ધારણ કરીશ અને માગધતીર્થમાં આપનાથી સ્થાપિત થયેલો હું આપનો ભક્ત થઈને રહીશ.”
આમ કહી માગધદેવે હાર, મુગટ, કુંડલ, બાણ, માગધતીર્થનું જલ, રત્નો, મોતી, મણિ અને બીજી પણ દિવ્યવસ્તુઓ ભરતેશ્વરને અર્પણ કરી. ભરતેશ્વરે પણ તેનો ઉચિત સત્કાર કરી વિદાય કર્યો. પછી ભરત રાજા ત્યાંથી પાછા વળી, પોતાની છાવણીમાં આવ્યા. ત્યાં અઠ્ઠમ તપનું પારણું કર્યું. ચક્રરત્નનો અઢાઇ મહોત્સવ કર્યો. ઉત્સવ પૂર્ણ થયો એટલે તેજથી દૈદીપ્યમાન ચક્ર આકાશમાર્ગે આગળ ચાલ્યું. તેની પાછળ યોજન પ્રમાણ પ્રયાણ કરતા ભરતેશ્વર પોતાની દિવ્યશક્તિનાં સામર્થ્યથી અક્કડને નમાવતા, નમ્રને પાછા સ્થાને સ્થાપતા, ગર્વિષ્ઠને શિક્ષા કરતા, દીનનો ઉદ્ધાર કરતા, દક્ષિણ સમુદ્રના કિનારે આવ્યા. ત્યાં છાવણી નાખી પૂર્વની જેમ વર્દ્રકીરને નિવાસગૃહો અને પૌષધશાળા રચી. ત્યાં ચક્રવર્તીએ વરદામદેવને ધારીને પૌષધ સહિત અઠ્ઠમ તપ કર્યો. અઢમને અંતે બલિની વિધિ કરી. ત્યારપછી સોનાના રથ ઉપર આરૂઢ થઇ, ધનુષ લઈને સમુદ્રજલમાં ઉતર્યા. ત્યાંથી એક દિવ્યબાણ છોડ્યું. તે બાર યોજન સુધી જઈ વરદામદેવની સભામાં પડ્યું. માગધદેવની જેમ વરદામદેવ પણ કોપ પામ્યો. પછી બાણ ઉપરના અક્ષરો જોઇ, શાંત થઇ, ભેટણા અને બાણ લઈને ભરતેશ્વરની પાસે આવ્યો. ભરતેશ્વરે તેને તે સ્થાનમાં સ્થાપિત કરી, પોતાની આજ્ઞા વર્તાવી જે માર્ગે આવ્યા હતા તે માર્ગે જ પાછા વળ્યા. અક્રમનું પારણું કરી પૂર્વની જેમ ત્યાં પણ ચક્રરત્નનો અઠ્ઠાઇ ઉત્સવ કર્યો.
ત્યાંથી પશ્ચિમ દિશાના સમુદ્ર તીરે આવ્યા. ત્યાં પૂર્વની જેમ પ્રભાસદેવને સાધ્યો. પ્રભાસદેવે પણ ભેટણા આપ્યા. તે વખતે તેના હાથમાં સુવર્ણકુંભમાં રાખેલું જળ જોઈ ભરતેશ્વરે પૂછ્યું કે, “જીવની જેમ સાચવેલું આ શું છે?” ત્યારે પ્રભાસદેવે કહ્યું કે, “સ્વામી ! આનો વૃત્તાંત આપ સાંભળો.”
માહાભ્ય સાર • ૫૮