________________
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ભરતના પુત્ર ઋષભસેને ઉભા થઈને પ્રભુને વિનંતી કરી કે, “હે સ્વામી ! આ સંસારરૂપી જંગલમાં ભમતા મને પૂર્વના પુન્યથી આપના જેવા સાર્થપતિ મળ્યા છે. તેથી હે શરણદાયક ! ભગવન્! વિષયોથી વિરક્ત થયેલા મને વ્રતનું દાન કરી, મારી રક્ષા કરો. મને પાર ઉતારો.” • ચતુર્વિધ સંઘની સ્થાપના :
“આ ભવ્ય જીવ છે.” એમ જાણી પ્રભુએ તેમને વ્રત આપીને તેના પર અનુગ્રહ કર્યો. કારણ કે “સપુરુષો હંમેશાં બીજાનો ઉદ્ધાર કરનારા જ હોય છે. તેમની પાછળ ભરત મહારાજાના ૪૯૯ પુત્રો અને ૭૦૦ પૌત્રોએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારે કરોડો દેવોથી પ્રભુને સેવાતા જોઇ, ભરતના પુત્ર મરીચિએ (મહાવીરસ્વામીનો જીવ) પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. ભરતની આજ્ઞા લઈ બ્રાહ્મીએ પણ ઘણી રાજકન્યાઓ સાથે વ્રત લીધું. સુંદરીને પણ વ્રત લેવાની ઈચ્છા થઈ પણ ભરતે તેને અટકાવી. એટલે તે પ્રભુના ચતુર્વિધ સંઘમાં પ્રથમ શ્રાવિકા થઈ. ભરત મહારાજાએ સમ્યકત્વ ગ્રહણ કર્યું. વિદ્યાધરોમાંથી કેટલાકે સંયમ લીધું. કેટલાકે શ્રાવકપણું સ્વીકાર્યું અને કેટલાક જીવો ભદ્રક ભાવ પામ્યા.
પૂર્વે ભગવાનની સાથે દીક્ષા લેનાર ચાર હજાર રાજપુત્રો જે તાપસ થયા હતા, તેમાંથી કચ્છ અને મહાકચ્છ સિવાય બાકી બધા તાપસોએ ભગવંત પાસે આવી ફરીથી વ્રત ગ્રહણ કર્યું. ત્યારે ભગવંતે “પુંડરીક વગેરે મુનિઓ, “બ્રાહ્મી' આદિ સાધ્વીજી, શ્રેયાંસ’ વગેરે શ્રાવકો અને “સુંદરી' આદિ શ્રાવિકાઓ રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ સંઘ અહંતોને પણ માન્ય, પુન્યવંતોને પણ પૂજ્ય, દેવેન્દ્રોને પણ સેવવા યોગ્ય અને સર્વદા જયવંતો વર્તે છે અને આજે પણ સંઘ પ્રભાવવંતો છે. ઋષભસેન વગેરે ૮૪ મુનિઓએ ભગવંતના શ્રીમુખેથી ત્રિપદી પ્રાપ્ત કરીને બુદ્ધિની અતિશયતાથી તત્કાલ દ્વાદશાંગીની રચના કરી. તેથી ઋષભદેવ પ્રભુના ૮૪ ગણધરો થયા. ત્યારબાદ દેવો, ગાંધર્વો, વિદ્યાધરો અને નરેશ્વરો પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાનું સ્મરણ કરતા કરતા પોતપોતાના સ્થાને ગયા. ભગવાન ભવ્ય પ્રાણીઓને બોધ કરતા કરતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
આ તરફ ભરત રાજા પોતાના પરિવારની સાથે અયોધ્યા નગરીમાં આવ્યા અને શસ્ત્રગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં સૂર્યની જેમ આખા શસ્ત્રાગારને પ્રકાશિત કરતું ચક્રરત્ન જોયું. ચક્રનું દર્શન થતાં જ તેઓએ પંચાંગ પ્રણામ કર્યા. કારણ કે ક્ષત્રિયોનું પરમદેવત શસ્ત્ર જ છે. પછી આનંદિત થયેલા ભરતેશ્વરે સ્નાન કરી, ચક્રરત્નની અષ્ટપ્રકારી પૂજા કરી. વજ, વૈર્ય અને કર્કમેન આદિ રત્નો તથા મોતીઓથી તેની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • પ૬