________________
આવવાથી, કેટલાક લોકો ભદ્રિકતાથી રથ, ઘોડા, હાથી, કન્યા, સુવર્ણ, વસ્ત્ર ઇત્યાદિ પ્રભુની આગળ ધરતા હતા. પણ પ્રભુ તે ગ્રહણ કરતા નહીં. આ રીતે વ્રત ગ્રહણ કર્યા બાદ નિરાહારપણે એક વર્ષ વીત્યા પછી પ્રભુ હસ્તિનાપુર પધાર્યા.
ત્યાં બાહુબલિના પૌત્ર શ્રેયાંસકુમારને પ્રભુના દર્શનથી પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. જાતિસ્મરણથી જાણ્યું કે પૂર્વભવમાં પોતે પ્રભુનો અનુચર હતો. તે ભવમાં સ્વામીની સાથે સંયમ લીધું હતું. તેથી પૂર્વભવના આધારે સાધુના આચારો જાણીને તે જ વખતે ભેટ આવેલો નિર્દોષ ઇક્ષરસ વહોરાવવાની ભાવના શ્રેયાંસને થઈ. આથી પ્રભુ પાસે આવીને વિનંતી કરી કે, “સ્વામિન્ ! પ્રસન્ન થઇ આ નિર્દોષ રસ ગ્રહણ કરો.” ભગવંતે કથ્ય ભિક્ષા જાણીને બંને હાથ લાંબો કર્યા. શ્રેયાંસકુમારે ઇશુરસ વહોરાવ્યો. પ્રભુએ ત્યાં પારણું કર્યું. તે વખતે ત્યાં સુગંધી જળ, સુવર્ણ, વસ્ત્ર તથા પુષ્પોની વૃષ્ટિ થઈ અને દુંદુભિનો નાદ થયો. આ પાંચ દિવ્ય પ્રગટ થયા. પ્રભુએ જ્યાં પારણું કર્યું ત્યાં શ્રેયાંસે એક રત્નમય પીઠિકા બંધાવી. અક્ષયસુખ આપતું સુપાત્રદાન સૌપ્રથમવાર વૈશાખ માસની શુક્લ તૃતીયાના પુન્ય દિવસે થયું. તેથી એ પર્વ અક્ષયતૃતીયા નામથી પ્રવર્તે તે વર્તમાનમાં પણ વર્તી રહેલ છે.
ભરત મહારાજા દરરોજ દાદીમા મરુદેવી માતા પાસે જઇને ભક્તિપૂર્વક તેમના ચરણોમાં નમસ્કાર કરતા હતા. પોતાના પુત્ર ઋષભના વિરહના દુઃખથી, નિરંતર અશ્રુ પાડવાથી આંખે પડલ આવી ગયા હતા એવા મરુદેવી માતાએ એક દિવસ ભરતને અત્યંત શોકસહિત ઠપકો આપ્યો કે, “હે વત્સ ! મારો પુત્ર ઋષભ તને, મને, બીજા સર્વને એકી સાથે છોડી દઈને એકલો જંગલમાં ભમે છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી સહન કરે છે. પુત્રના દુઃખને સાંભળવા છતાં હજી હું જીવું છું. આ મારા જીવિતને ધિક્કાર છે. હે વત્સ ! તું તો માત્ર ભોગની લાલસાવાળો છે. અરણ્યમાં રખડતા મારા પુત્રનાં કુશળ સમાચાર પણ પૂછતો નથી.'
આ પ્રમાણે દીનપણે બોલતાં અને આંસુઓની ધાર વહાવતા મરુદેવી માતાને ભરતે કહ્યું, “હે માતા ! રૈલોક્ય અધિપતિ, ધીર-ગંભીર એવા પ્રભુનાં માતા થઇને તમે આવા કાયરને ઉચિત વચનો ન બોલો. આપના પુત્ર તો ત્રણ લોકના નાથ છે. એમની ઋદ્ધિ અપરંપાર છે.” • ઇષભદેવ પ્રભુને કેવળજ્ઞાન :
આ પ્રમાણે ભરત રાજા કહેતા હતા, તેટલામાં દ્વારપાળે આવી નિવેદન કર્યું કે, “હે સ્વામી ! યમક અને શમક નામના બે પુરુષો આપને કાંઈક કહેવા દ્વાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૩