________________
પહેલો પ્રસ્તાવણી
એ આદિનાથ ભગવાનના પૂર્વજોનું ચરિત્ર તથા ચ્યવનાદિનું વૃત્તાંત
नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु, पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः ॥
અર્થ : જેમની કલ્યાણક ક્ષણોમાં નારકીના જીવો પણ આનંદની અનુભૂતિ કરે છે તેમનું ચરિત્ર વર્ણવવા માટે કોણ સમર્થ થાય ?
વીરપ્રભુ કહી રહ્યા છે, “હે ઇન્દ્ર ! આ તીર્થનો મહિમા મેં સંક્ષેપથી કહ્યો. હવે આ ગિરિરાજનો જે અનેક પ્રકારે પ્રભાવ વિસ્તર્યો છે, તે કઈ રીતે ઉત્પન્ન થયો છે, તે વિસ્તારથી કહું છું. જો કે, આ તીર્થ અનંતકાળથી છે અને અવિનાશી છે. પણ આ અવસર્પિણી કાળમાં તે જેવી રીતે થયું છે, તેની કથા તું સાંભળ.
આ જંબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ગંગા અને સિંધુ નદીના મધ્યપ્રદેશમાં આ અવસર્પિણીના પહેલા ત્રણે આરામાં યુગલિકો રહેતા હતાં. ત્રીજા આરાના અંતે વિમલવાહન નામના પ્રથમ કુલકર થયા. તેમનો પુત્ર ચક્ષુષ્માન થયો, તેનો પુત્ર યશસ્વી નામે થયો, તેનો અભિચંદ્ર, તેનો પ્રસેનજિત, તેનો મરૂદેવ અને તેનો નાભિ નામે પુત્ર સાતમો કુલકર થયો. નાભિકુલકર નીતિથી ઉજજવલ હતો. તેને સરળતા આદિ ગુણોથી મનોહર મરુદેવી નામે પત્ની હતી.
| શ્રી આદિનાથ ભગવાનનો અંતિમ ભવ અવસર્પિણીકાળના ત્રીજા આરાના છેડે જગત્પતિ આદિનાથ પ્રભુ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને નાભિકુલકરના પત્ની મરુદેવીના ઉદરે અવતર્યા. ત્યારે પ્રભુ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. અષાઢ માસની કૃષ્ણ ચતુર્થીના પવિત્ર દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતા, રાત્રિના શેષ ભાગે શ્રી મરુદેવી માતાએ વૃષભ, હસ્તી, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, વિમાન, ક્ષીરસાગર, રત્નરાશિ અને નિર્ધમઅગ્નિ - આ ચૌદ સ્વપ્નો જોયા.
જે સમયે પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે ત્રણે જગતમાં પ્રકાશ થયો. નરકમાં રહેલા જીવોને પણ ક્ષણવાર સુખ થયું. તરત જ મરુદેવી માતાએ જાગીને તે સ્વપ્નો કોમળ વચનોથી નાભિકુલકરને સંભળાવ્યાં. એ સાંભળી નાભિ રાજાએ વિચાર કરીને કહ્યું, “હે પ્રિયા ! આ સ્વપ્નોના પ્રભાવથી તારી કૂખે અદ્ભુત પુત્ર થશે.” આ બાજુ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૭.