________________
A
A
A
A
તીર્થયાત્રામાં દરેક વ્યક્તિઓ પોતાનાં પૂજાના કપડાં, પૂજાની પેટી (જેમાં પૂજા માટેના કેશર, ચંદન, બરાસ, વાસક્ષેપ, અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે બધાં દ્રવ્યો ભરેલાં હોય) વગેરે સાથે રાખવાં. તીર્થસ્થાનમાં શક્ય બને તો ભૂમિ પર સંથારો પાથરીને સૂવાનું રાખવું. તીર્થસ્થાનમાં પાન-મસાલા, તમાકુ, શરાબ, જુગાર વગેરે બદીઓથી સદંતર દૂર રહેવું. તીર્થસ્થાનમાં બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. વિજાતીયનો પરિચય ન કરવો, તેમજ વાતચીતો પણ ન કરવી. શક્ય બને તો ઉપવાસ, આંબેલનો તપ કરવો. વાતોમાં, રખડવામાં સમય ન બગાડતાં સમયસર સ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરીને જિનાલયમાં પૂજા માટે પહોંચી જવું. જેટલા પણ જિનબિંબો હોય તે તમામ પરમાત્માની પૂજાનો લાભ લેવો. યથાશક્તિ ઉછામણી બોલીને પણ પરમાત્માની પૂજા-આરતી વગેરેનો લાભ મેળવવો. હિલસ્ટેશનોમાં જે રીતે સ્ત્રી-પુરુષો એકબીજાને ખભે હાથ મૂકીને જેમ ફરતા હોય તેમ તીર્થસ્થાનમાં ન ફરવું. સંધ્યાના સમયે બહાર રોડ પર આંટા મારવા ન જતાં જિનાલયમાં જઈ અરિહંત વંદનાવલી જેવી સ્તુતિઓ ગાવી, ગીતો ગાવા, ભક્તિ કરવી પણ રખડવું નહિ. તીર્થસ્થાનોમાં ક્યા ક્યા સ્થાનો દર્શનીય-વંદનીય છે તેની જાણકારી પેઢી પર મેળવી લેવી. સમય કાઢી સર્વ જિનાલયોના દર્શન-પૂજા વગેરે કરી લેવાં. પ્રત્યેક તીર્થનો ઇતિહાસ જાણવા પ્રયત્ન કરવો. ઇતિહાસ જાણવાથી તીર્થ પ્રત્યે અહોભાવ વધે છે. બહેનોએ M.C.નું પરિપાલન ચુસ્ત રીતે કરવું. ભોજનશાળા, પરબો, ગાદલાં, ગોદડાં વગેરે અભડાય નહિ, તે રીતે વર્તવું. તીર્થના મેનેજર, કર્મચારી-પૂજારી આદિ સાથે સૌમ્ય-મીઠી ભાષામાં વાત કરવી. રૂઆબથી કોઇને ઉતારી પાડવા નહિ. તીર્થ માટે જોખમકારક કોઈ ફરિયાદ હોય તો ટ્રસ્ટીઓના સરનામા મેળવી તેમની સાથે અવશ્ય પત્રવ્યવહાર કરવો. મારે શું ? એમ કરીને ગંભીર વાત જતી ન કરવી. તીર્થ આપણું છે, આપણે ચિંતા નહિ કરીએ તો કાલે તીર્થ જોખમમાં મૂકાશે. પેઢી પર જે પૈસા ભરો તેની પાકી રસીદ લેવી અને રસીદની સાથે નીચેની કાર્બનકોપીનો આંકડો મેળવી લેવો. કેમ કે કેટલાક સ્થળે કાર્બન પેપર કાપીને રાખે છે એટલે ઉપરનો આંકડો નીચે લખાય જ નહિ. પાછળથી કાર્બન પેપર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૬૦