SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુકર્મી આત્માને ઉપદેશની ચોંટ લાગી.. મન શાંત થયું. ઋષિને વંદન કરી છાવણીમાં આવ્યો પણ ચેન પડતું નથી. બસ પગ ઉપડ્યા. નાના ભાઈની છાવણી તરફ બસ હવે તો બધુ એનું. મારૂ હવે કંઈ નહીં. “જીનકા હૈયા સાફ ઉનકા ગુના માફ.” એ ભાવો નાના ભાઇના હૈયામાં સ્પર્શ પામ્યા. નાનાભાઈ વારિખિલ્લજી એ પિતા સમાન મોટાભાઈને ક્ષમા આપી. પશ્ચાત્તાપના આંસુ પાડી બંને ખૂબ ભેટ્યા. બસ હવે જગતના બંધનથી સર્યું. બંને સંન્યાસી બન્યા. એક લાખ વરસ પસાર થઇ ગયા. એક દિવસ બે વિદ્યાધર મુનિ તપોવનમાં આવ્યા. સંન્યાસીઓએ નમસ્કાર કરી પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો ? તેમણે કહ્યું, અમે શત્રુંજય તીર્થની યાત્રા કરવા જઈએ છીએ. તીર્થનો મહિમા સમજાવ્યો. બંને સંન્યાસી મુનિઓએ પોતાના ૫૫ કરોડના પરિવાર સાથે જૈન દિક્ષા સ્વીકારી. આગળ જતાં તીર્થના દર્શન થતાં આનંદનો કોઈ પાર નથી. ખૂબજ ચઢતા ભાવે આગળ વધે છે. વિદ્યાધરમુનિ બંને ભાઈ મુનિને કહે છે, તમે આ જીવનમાં યુદ્ધ કરી ભયંકર પાપકર્મ ઉપાર્જન કર્યું છે. તે આ તીર્થ ઉપર સાધના કરી શાશ્વત મોક્ષ પદ પ્રાપ્ત કરી શકશો. તે બંને વિદ્યાધર મહાત્માઓ અન્યત્ર ગયા. આ બાજુ બંને ભાઈ મુનિઓ પોતાના પરિવાર સાથે ધ્યાન મગ્ન બન્યા. ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થયા. કેવલજ્ઞાન પામ્યા. અઘાતી કર્મનો ક્ષય કરી કાર્તિક પૂર્ણિમાના દિવસે શાશ્વત અજરામરપદ પામ્યા. તેથી કાર્તિક પૂર્ણિમાનો મહિમા અધિક વધ્યો.. છ ગાઉની યાત્રા યાને ફાગણ સુદ-૧૩૮ ચાલ મિત્ર.. આવવું છે... પાલીતાણા... ત્યાં શું છે...? ફાગણ સુદ-૧૩ છ ગાઉની યાત્રા.. ચાલો હું પણ તારી સાથે આવું છું. કેવો છે આ છ ગાઉ યાત્રાનો મહિમા... શત્રુંજયની યાત્રાએ અનેક આત્માઓને છ ગાઉની યાત્રાના દિવસોમાં આવવાની ભાવના થાય છે. ( છ ગાઉની યાત્રા એટલે ખાલી ૧૮ કિ.મી. ફરી, દહીં-થેપલા ખાવા એ નથી. પણ તે દિવસે એટલે કે ફા.સુ. ૧૩ના દિવસે ભાડવાગિરિ ઉપર... શ્રી કૃષ્ણ મહારાજના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન જે ગિરિ ઉપર સાડા આઠ કરોડ મુનિઓની સાથે સિદ્ધિ પદને પામ્યા છે, એ સ્થાનની સ્પર્શના કરવાની છે. જો કે... એમનું ચરિત્ર ઘણું વિસ્તારવાળું છે. પણ ટૂંકમાં વર્ણવાય છે. એક વખત દ્વારકા નગરીમાં પ્રભુ નેમનાથ પધાર્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ મહારાજાએ પૂછ્યું દ્વારકાનો નાશ સ્વાભાવિક થશે કે કોઈ નિમિત્તથી ? પ્રભુ એ માહાભ્ય સાર • ૪૫૦
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy