SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી જનાર રામ રથયાત્રાની જેમ જૈન સમાજમાં ચિનગારી પ્રગટાવવા માટે ગિરનારના ગજપદકુંડનું પાણી કાવડમાં મૂકીને જમીન પર મૂક્યા વગર સંઘ સાથે વાજતે ગાજતે લાવવામાં આવ્યું. આ અભિષેકમાં આકર્ષણનું એ એક મુખ્ય અંગ હતું. તે કાવડને મારા યુવાન સાધર્મિક ભાઇઓએ ભક્તિ ભરેલા હૈયાથી ઉપાડી હતી. જેથી ગામોગામ શ્રી શત્રુંજય માટેની ભક્તિ ભાવનાનાં પૂર ઊમટ્યાં હતાં. આમ પાલિતાણામાં અભિષેકના નામે રોજ રોજ નવા નવા કાર્યક્રમો જાહેર થતા ને ઉજવાતા. અભિષેકમાં લાભ લેનારા માટે વર્ધમાન તપની ૧૦૦, ઓળી ૯ ઉપવાસથી ૬૮ સુધીના ઉપવાસો - ચતુર્થવ્રત વગેરે નિયમો રાખ્યા હતા. તેમાં પણ સાધર્મિકોની પડાપડી થતી હતી. પછી અભિષેકનો સમય નજીક આવતાં બાકી રહેલા સાધર્મિકોની અને બીજા ભાવિકોની માંગણી ચાલુ જ હતી કે અમોને પણ આમાં લાભ મળવો જોઈએ. તેના માટે અઠ્ઠમ તપ - ૯ લાખ નવકાર - એક વર્ષ સુધી બ્રહ્મચર્ય - છેવટે ઓછામાં ઓછા એક લાખ નવકાર આવાં નાના નાના નિયમો સાથે, ભાવનાવાળા ભાવિકોને છગાઉના દરેક સ્થળમાં અભિષેક કરવાના પાસ આપીને તેઓને લાભ આપ્યો. આ અભિષેકના દિવસે મોટો ગિરિરાજ પણ નાનો લાગતો હતો. જ્યાં જુઓ ત્યાં સાધર્મિકો અભિષેકના ઘડાઓ લઇને ઊભા હોય. જાણે આકાશમાંથી દેવતાઓ જ સાક્ષાત્ આ અભિષેક કરવા પધાર્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. આપણે એમ કલ્પના કરી શકીએ કે પ્રભુજીના જન્માભિષેકમાં મેરુપર્વત પર આવું જ દશ્ય સર્જાતું હશે...! અભિષેકનું આવું મોટું કામ કરવા છતાં તેઓમાં જરાપણ અભિમાન નહોતું. કોઇક ભાવિક જઇને કંઈક સૂચન કરે તો હાથ જોડીને કહેતા હતા કે, તમારા સૂચન પ્રમાણે કરવા માટે અમે જરૂર પ્રયત્ન કરીશું. વિહાર કરીને પધારી રહેલા પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે સ્થાન-વાસણ વગેરેની યથાશક્ય સગવડો કરી હતી તથા ડોળી-માણસ વગેરેનો પગાર ચૂકવવા માટે ૮-૧૦ દિવસ પહેલાં ખેતલાવીરમાં એક પેઢી ખુલી ગઇ હતી. ત્યાં જઈને કહેતાં તરત જ જગ્યા મળી જતી હતી અને માણસોનો પગાર ચૂકવાઈ જતો હતો. જેનું સફળ સંચાલન કુમારપાળભાઈ કરતા હતા. શાસનનાં મોટાં કાર્યોમાં કુમારપાળભાઇનો ફાળો અચુક હોય જ. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે શ્રી શત્રુંજય વિહાર અને ચંદ્રદીપકમાં ભક્તિનું અદૂભૂત રસોડું ચાલું હતું અને આ પ્રસંગે પધારેલા મહેમાનો અને સ્વયંસેવકો માટે પન્નારુપામાં મોટા પાયે રસોડું ચાલતું હતું. શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૫
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy