________________
જ માળીના ફૂલ મોં માગ્યા પૈસાથી ખરીદી લઇને દાદાની સન્મુખ જાય. ભાવપૂર્વક પરમાત્માની પુષ્પપૂજા કરી... પરમાત્માની સાથેનો પોતાનો પ્રેમાળ સંબંધ દઢ બનાવે.
પ્રિયતમાને પુષ્પ અર્પણ કરી ખુશ કરનારાઓ આ દુનિયામાં ઘણા છે. પરમાત્માને પુષ્પોથી મઢી દેનારા આવા કોઇક વિરલા જ છે.
આ રીતે પરમાત્માની સાથે પ્રીતિ બાંધનારા આ યુવાને ખીલતી યુવાનીમાં એકાસણા સહિત ગિરિરાજની નવ્વાણુ યાત્રા બધી જ વિધિપૂર્વક કરી છે. પુષ્પપૂજા કરતાં કરતાં આ યુવાનના સાડા ત્રણ કરોડ રોમાંચ વિકસ્વર થાય છે. આવી પુષ્પપૂજા જાણીને જીવનમાં માણીશું ને ?
| શત્રુંજયના દાદાને દૂધ સમર્પણ પરમાત્માનો અભિષેક કરતી વખતે કળશમાં મુખ્ય દ્રવ્ય હોય છે... દૂધ...!
અષ્ટપ્રકારી પૂજામાં સૌથી પહેલી પૂજા જળપૂજા છે. આ જળપૂજા કરતાં પહેલાં અભિષેક કરવાનો છે પંચામૃતથી. એટલે દૂધમાં સહેજ દહીં, ઘી, સાકર અને પાણી નાંખવાનું - આને પંચામૃત કહેવાય.
ઇન્દ્ર મહારાજા પરમાત્માના જન્માભિષેક વખતે ક્ષીરસમુદ્રના નીર આદિ ઉત્તમ જલથી અભિષેક કરે છે. એવું જ આ ઉત્તમ દ્રવ્ય છે અને દેવાત્મા જેવા દિવ્યભાવથી અભિષેક કરવાનો હોય છે. આવું જાણવા મળતાં એક ભાવિકને ભાવ જાગ્યો કે મારે દરરોજ વિશિષ્ટ ભાવથી પરમાત્માનો અભિષેક કરવો. પોતાના ઘર દેરાસરમાં આ ભાવ સાર્થક કરતાં કરતાં વિચાર આવ્યો કે શત્રુંજય ગિરિરાજના દાદા આદિનાથના અભિષેકનો લાભ લઉં.
ભાવના સફળ કરવા એ આત્મા આવી પહોંચ્યો ગિરિરાજ ઉપર. પણ... ખાલી હાથે નહિ... પૂરું ૨૦ લીટરનું દૂધનું કેન લઈને...! દાદાના અભિષેક પહેલાં ઉપર આવી ગયો અને પ્રક્ષાલ માટેની તૈયારી થઈ એટલે.. ધગ ધગ... અવાજ કરતું દૂધનું કેન... કોઠીમાં ઠલવાયું... ચડાવો લેનારે પરમાત્માનો પ્રક્ષાલ કર્યો... જાણે કે પ્યોર ક્ષીરસાગરનું પાણી...! પ્રભુભક્તિથી દ્રવ્ય-ભાવ બંને મેલ ધોવાયા...! હવે જોઇએ દૂધપછી ઘીનું અર્પણ...!
શત્રુંજયના દાદાને ધૃત (ઘી) અર્પણ સુગંધથી પણ તરબતર થઇ જવાય એવું ચોખ્ખું ગાયનું ઘી. એ પણ જાતે બનાવેલું, ઘરની ગાયોનું...!
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૨