SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ તેને દ્વેષ થયો. ચંદરાજાને કૂકડો બનાવી દીધો. ગુણાવલી કલ્પાંત કરવા લાગી વીરમતિનું હૃદય જરાય કુણું ન થયું. એક વખત નાટક કરનારા આવેલ નાટકીયાઆએ નાટક કરી દાનના બદલામાં વીરમતિ માતા પાસેથી આ કૂકડો માંગી લીધો. તે નાટકીઆ સિંહલપુર ગયા. ત્યાં પ્રેમલાલચ્છીએ કૂકડો રાખી લીધો. એકવાર પ્રેમલાલચ્છી ફરતી ફરતી શત્રુંજય પર આવી. પ્રભુની યાત્રા કરી કૂકડાને લઈ સૂર્યકુંડની પાળી પર બેઠી. એ સમયે ચંદરાજાને પૂર્વની સુંદર અવસ્થા યાદ આવી અને હૃદય ભરાઈ ગયું. આપઘાત કરવા સૂર્યકુંડમાં તેમણે ઝંપલાવ્યું. પ્રેમલા તેમને પકડવા દોડી. આખરે કૂકડાના પગમાં જીર્ણ થયેલ દોરો તૂટી જતાં ચંદરાજા પોતાના મૂળ સ્વરૂપને પામ્યા. સર્વત્ર આનંદ પ્રસરી ગયો. બંને નરનારે ત્યારબાદ ભાવપૂર્વક યુગાદિદેવની પૂજા કરી. “ધન્ય ધન્ય સૂરજકુંડ જલ, કલિમલ મલહણનાર; ચંદરાજા જલ મહિમા થકી, પામ્યા મનુષ્ય અવતાર.” 1 મહિપાલ રાજાનો પ્રસંગ આ રાજાનો કોઢનો રોગ પણ આ કુંડના પ્રભાવથી દૂર થયેલ. સૌરાષ્ટ્રમાં ગિરિદૂર્ગ નામે નગરમાં સૂર્યમલ્લ નામે રાજા હતો. તેને બે પુત્ર હતા. દેવપાલ અને મહિપાલ. એક વખત યુવાન મહિપાલ પરદેશ ભ્રમણ કરવા નીકળ્યો. ત્યાં અનેક નગરોમાં ફરતો ધમ કમાતો બે રાણી પરણ્યો. નગર પ્રતિ પાછા ફરતાં પૂર્વના અશુભ કર્મના ઉદયે કોઢરોગ ઉત્પન્ન થયો. ઘણી દવા કરી પણ દવા લાગુ ન પડી. એક વખત તે ઝાડ નીચે સૂતો હતો. આ સમયે ચંદ્રચુડ નામના એક વિદ્યાધરે પોતાની સ્ત્રી સહિત ગગનમાર્ગે શત્રુંજયની યાત્રા કરીને પાછા ફરતાં આ મહિપાલને જોયો. દયા આવતાં સૂર્યકુંડનું જળ તેના પર છાંટ્યું. તેથી મહિપાલ તુરત જળપ્રભાવે નિરાગી થાય છે. ત્યારબાદ તેને સ્વજનોનો મેળાપ થાય છે. મુનિરાજનો પણ મેળાપ થાય છે. પૂર્વભવ સાંભળે છે. પ્રતિબોધ પામી મહિપાલ પોતાના પુત્ર શ્રીપાલને રાજ્ય આપી શત્રુંજય પર આવી અણસણ કરે છે. કર્મ ખપાવી મુક્તિને વરે છે. • આદેશ્વર ભગવાનના પગલા : સૂરજકુંડની પાસે આદેશ્વર ભગવાનના પગલા દેખાય છે. ચાલો “નમો જિણાણં' કહીને વંદના કરીએ. અહીં બાજુમાં ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઇશ્વરકુંડ આ ત્રણ કુંડો પણ છે. આ કુંડની ઉપરના ભાગમાં મહાદેવનું એક શિવલીંગ છે. જિનાલયોમાં પૂજા કરનારા પૂજારીજી તથા મંદિરોનું નિર્માણ કાર્ય કરતા સોમપુરા શિલ્પીઓ વિગેરેને શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy