________________
છે. માટે હે ઇન્દ્ર ! આ તીર્થમાં આવીને બીજાની નિંદા કરવી નહીં, પરદ્રોહ કરવો નહીં, પરસ્ત્રી, પરદ્રવ્યમાં બુદ્ધિ રાખવી નહીં, વૈરી ઉપર પણ વૈર રાખવું નહીં, જીવહિંસા કરવી નહીં, જુગારાદિ રમવું નહીં, અશુભ વિચારો કરવા નહીં, તથા
હે ઇન્દ્ર ! અનર્થદંડથી વિરતિ, પરમાત્માની ભક્તિ, સદ્ગુરુ પ્રત્યે પ્રીતિ, દાનમાં વૃત્તિ, સત્પુરુષો પ્રત્યે રતિ અને પંચનમસ્કાર મહામંત્રની સ્મૃતિ. આ બધા કાર્યો પુણ્યરૂપી ભંડારને ભરનારા છે, ભવસાગરથી તારનારા છે. તેથી આ મહાતીર્થમાં આ સર્વ આચરવું.
આ તીર્થમાં જે શ્રી ચતુર્વિધ સંઘસહિત આવીને ભાવથી યાત્રા કરે છે, તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. તીર્થયાત્રા કરતા યાત્રાળુઓના શ્રમજલ (પસીના)ને જેઓ ભક્તિ વડે લુછે છે, તેઓનો દેહ પાપરહિત તથા નિર્મલ થાય છે તથા યાત્રાળુઓને ભક્તિપૂર્વક વસ્ત્ર અને અન્નાદિ વડે પૂજે છે, તે વિપુલ સમૃદ્ધિનું સુખ મેળવે છે અને ભોગવી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે.
જેઓ અહીં હંમેશા ઇચ્છાનુરૂપ ઘણું દાન આપે છે, તેઓ આનંદયુક્ત અત્યંત સુખ પ્રાપ્ત કરે છે અને જેઓ પોતાની શક્તિ પ્રમાણે બીજા પણ પુન્ય કાર્યો આ સ્થાને આચરે છે, તેમનાં કુકર્મો નાશ પામે છે. આલોક અને પરલોક બંનેની શુદ્ધિ થાય છે. હે ઇન્દ્ર ! આ રીતે આ પવિત્ર તીર્થમાં કરેલા દાનનો મહિમા કહ્યો.
રાયણ વૃક્ષનો અચિંત્ય પ્રભાવ
હવે પ્રભુ મહાવીરસ્વામી ભગવાન ઇન્દ્ર મહારાજાને ઉદ્દેશીને સમસ્ત પર્ષદાને રાયણ વૃક્ષનો મહિમા બતાવતાં કહે છે કે, ‘હે ઇન્દ્ર ! અહીં શત્રુંજયગિરિ ઉપર રહેલા તીર્થરૂપ શ્રી રાજાદની (રાયણ) વૃક્ષનો મહિમા તું સાંભળ !'
આ રાયણનું વૃક્ષ શાશ્વત છે અને ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુથી અલંકૃત છે. તે વૃક્ષમાંથી ઝરતી દૂધની ધારાઓ ક્ષણવારમાં અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે. તે પવિત્ર રાયણવૃક્ષની નીચે શ્રી ઋષભદેવ પ્રભુ અનેક વખત સમવસર્યા હતા, તેથી આ વૃક્ષ પણ ઉત્તમ તીર્થની જેમ વંદન કરવા યોગ્ય છે.
તેના દરેક પત્ર ઉ૫૨, ફળ ઉપર અને શાખા ઉપ૨ દેવતાઓનો વાસ છે, તે માટે પ્રમાદથી પણ એનાં પુષ્પ, ફળાદિક કાંઇપણ છેદવા યોગ્ય નથી. કોઇ સંઘપતિ ભક્તિથી ભરપૂર ચિત્તથી એને પ્રદક્ષિણા કરે, ત્યારે જો રાયણ વૃક્ષ હર્ષથી તેના મસ્તક ઉ૫૨ દૂધની ધારા વર્ષાવે, તો તે પુણ્યવાનનું ભવિષ્ય ખૂબ સુખકારી થાય. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧