________________
હરરાજાની પુત્રી કમલા સાથે પરણાવ્યો. દેવપૂજા, ગુરુપાસ્તિ=ગુરુભક્તિ આદિ શ્રાવકના સર્વકાર્યોમાં તે ખૂબ ઉત્સાહવાળો હતો.
અનંગસેનરાજાએ પુત્રને યોગ્ય જાણી રાજ્યારૂઢ કરી, સંયમ લઈ આત્મકલ્યાણ સાધ્યું. સંસારસુખ અનુભવતાં મરૂદેવરાજાને ચંદન નામે પુત્ર થયો. તે પુત્ર યોગ્ય ઉંમરનો થતાં તેને રાજય સોંપી, મરૂદેવરાજાએ વ્રત સામ્રાજય અંગીકાર કર્યું. અનુક્રમે આચાર્ય થયા.
એકવાર મરૂદેવસૂરિજી શિષ્યોની સાથે વિહાર કરતા, શત્રુંજયગિરિએ પધાર્યા. તીર્થના ધ્યાનથી ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામ્યા. તેમની સાથે ઘણા મુનિઓ પણ કેવલજ્ઞાની થયા. આયુષ્યને અંતે ગિરિરાજ ઉપર જ અનેક આત્માઓની સાથે મરૂદેવ કેવલી મોક્ષે ગયા. તે સમાચાર ચંદનરાજાને મળ્યા. તેણે ત્યાં આવી પિતામુનિનો નિર્વાણ મહોત્સવ કરીને, તેમની સ્મૃતિમાં ગિરિરાજનું નામ “મરૂદેવ એ પ્રમાણે પ્રસિદ્ધ કર્યું.
ચંદનરાજા પણ પોતાની નગરીમાં રહ્યા છતાં, હૃદયમાં હંમેશા શ્રી સિદ્ધગિરિનું ધ્યાન ધરતાં કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
|| કૃતિ : વન્દ્રનાથ છે (૧૧) ભગીરથ નામનું આલંબન ભગીરથકુમાર ત્રણે ભુવનમાં શત્રુંજય જેવું કોઈ તીર્થ નથી.' ઇત્યાદિ માહાભ્યયુક્ત ભગવાન શ્રી અજિતનાથ સ્વામીની દેશના સાંભળીને બીજા ચક્રવર્તી સગરરાજાના પુત્ર ભગીરથકુમારને અત્યંત ઉલ્લાસ થયો. આથી તેણે અયોધ્યાનગરીના રહેવાસી અનેક લોકોનો સંઘ ભેગો કર્યો અને ભક્તિપૂર્વક શત્રુંજયની યાત્રા કરી. ત્યાં તે વખતે કરોડો મુનિઓને શુભ ધ્યાનથી નિર્વાણ પામતા તેમણે જોયા. દેવોએ ગીતનૃત્યાદિપૂર્વક તેમનો સિદ્ધિગમનનો ઉત્સવ કર્યો. આ જોઈ ભગીરથે પણ તે સ્થાને કોટાકોટી નામનું મંદિર બંધાવ્યું અને તે જિનાલયમાં શ્રી અજિતનાથ સ્વામીને મૂલનાયક તરીકે સ્થાપન કર્યા.
આ રીતે ભગીરથ ત્યાં અનેકવાર યાત્રા કરવા આવતો. ફરી એક વખત યાત્રા કરી ત્યારે શ્રી ઋષભદેવસ્વામીનો રત્નમયબિંબયુક્ત સુંદર પ્રાસાદ બનાવ્યો અને તેને ભગીરથ” નામ આપ્યું. એટલે ત્યારથી શત્રુંજયનું “ભગીરથ” નામ પ્રસિદ્ધ થયું.
॥ इति भगीरथः नाम्नि भगीरथकथा ॥
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૦