SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ્યો...! બીજા દિવસથી એની સાધનાની શરૂઆત હતી. પર્વતની ગુફામાં જઇ એણે પલાંઠી લગાવી આયંબિલના તપ સાથે સાધનાની શરૂઆત કરી. સાધના પણ કેવી આકરી હતી. છ-છ મહિનાની લાગલગાટ સાધનામાંથી શુકરાજને પાર ઉતરવાનું હતું...! અને એ ઉતરી પણ ગયો..! બરાબર છ મહિના જયાં પુરા થયા ત્યાં જ તેની અંધારી ગુફામાં ચારેબાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો ! બસ બરાબર એ જ વખતે સાવ નિસ્તેજ ને મહિમાહીન બની ગયેલ ચંદ્રશેખરની ગોત્ર દેવીએ ચંદ્રશેખરને જઈને કહી દીધું... કે તને આપેલું શકરાજનું રૂપ હવે નષ્ટ થાય છે. તારે જ્યાં જવું હોય ત્યાં જતો રહે...! આ બાજુ ગુફામાં પ્રકાશ થવાથી શુકરાજ સમજી ગયો કે, “હવે કાર્યની સિદ્ધિ થઈ ગઈ છે.” એટલે તીર્થનાથની પરમપવિત્ર મૂર્તિને પ્રણામ કરી શકરાજ વિમાનમાં બેસી પોતાના નગર તરફ ચાલ્યો. થોડી જ વારમાં એ ત્યાં પહોંચી ગયો. ત્યાં તો શકરાજનું રૂપ નાશ પામી ગયું હતું. ચંદ્રશેખર મૂળરૂપમાં આવી ગયો હતો...! એટલે મંત્રીઓએ આવેલ શુકરાજને સહર્ષ વધાવી લીધો ને ત્યારે જ સહુને ખબર પડી કે... આજ સુધી રાજ કરનાર શુકરાજ બનાવટી હતો ! પણ એ બનાવટ કરી જનાર કોણ હતું એની કોઇને ખબર ન હતી...! મહારાજ શુકરાજે પોતાના નગરમાં આવી તરત જ થોડા દિવસમાં પોતે જે તીર્થના પ્રભાવે જીત્યો હતો એ તીર્થની યાત્રા કરવાનો નિર્ણય કર્યો ને પોતાના મંત્રી, સામંતો તથા વિદ્યાધરો વગેરેને લઈ વિમાનો સાથે એ વિમલાચલ તરફ આગળ વધ્યો. ચંદ્રશેખર પણ સાથે જ હતો. દૂરથી દેખાતાં વિમલાચલનાં સોનેરી શિખરોને ભાવપૂર્વક પ્રણામ કરી એ સહુ સાથે પરમપાવન તીર્થાધિરાજ ઉપર ચડ્યો... તીર્થાધિરાજ ઉપર ચઢી એણે પોતાના તમામ માણસોને આજ્ઞા ફરમાવી દીધી કે આ તીર્થાધિરાજ ઉપર પરમેષ્ઠી મહામંત્રના જાપ દ્વારા હું મારા અજેય શત્રુને જીત્યો છું. માટે આજથી બધાંએ આ તીર્થને “શત્રુંજય તીર્થ' કહી બિરદાવવું. બસ એ જ વખતે સહુ બોલી ઉઠ્યા : “જય શત્રુંજય...!” એ દિવસથી વિમલાચલતીર્થ શત્રુંજય તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. પાપાત્મા ચંદ્રશેખરનું હૈયું પણ હવે પીગળી ઊઠ્યું હતું. પશ્ચાત્તાપનો પાવક એના અંતરને પણ સ્પર્શી ગયો હતો. એણે મૃગધ્વજ મુનિ પાસે સંયમ લઈ એ જ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૩
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy