________________
શકરાજને થયું, ‘વાત તદ્દન સાચી છે. નીતિનાં શાસ્ત્રો સાદ દઇને કહેતાં આવ્યા છે કે, ‘રાજ્ય, ભોજન, શય્યા-ગૃહ, સ્ત્રી વગેરે દ્રવ્ય શૂન્ય થઇ જાય તો સમજી રાખવું કે એનો વિનાશ છે
સાચે જ નીતિનો એ સાદ ન સાંભળવાના કારણે આજે મારે મારું રાજ્ય મૂકવાનો વખત આવ્યો છે.
હા, ધારું તો વિદ્યાના બળથી હમણાં મારું રાજ્ય હું લઇ શકું એમ છું. પણ એમાં તો ભરમમાં ભરમાયેલી જનતા બોલશે કે અસલી શુકરાજને મારી નકલી શુકરાજ રાજ્ય કરી રહ્યો છે. છતાં, છેલ્લે શુકરાજે તથા તેની સ્ત્રીઓએ મંત્રીને ઘણા સંકેતો બતાવ્યા, પણ શુકરાજના વચન પર કોઇએ વિશ્વાસ મૂક્યો નહિ ! અંતે માનભ્રષ્ટ થયેલ શુકરાજે નક્કી કર્યું કે અવિશ્વાસુ પ્રજા પર રાજય કરવા કરતાં તો અહીંથી ચાલ્યા જવું સારું છે. એટલે તરત જ પોતાની સ્ત્રીઓને લઇને એણે વિમાન આકાશમાં ઊડતું મૂક્યું !
આ બાજુ મંત્રી વગેરે ખુશ થઇ નગરમાં ગયા ને બધી વાત શકરાજને કહી. શુકરાજના રૂપમાં રહેલ ચંદ્રશેખર ખૂબ ખુશ થયો !
ઘણીવાર અસલી કરતાં નકલી ચઢી જાય છે એ આનું નામ...! માનભ્રષ્ટ થયેલ શુકરાજે સ્ત્રીઓના કહેવા છતાં સસરાના નગર તરફ ન લઇ જતાં લજ્જાથી વિમાનને... ખૂબ દુર લઇ જઇ એક નિર્જન વનમાં ઉતાર્યું...!
શુકરાજ પોતે પણ મોટો વિદ્યાધર હતો. એની પાસે પણ વિદ્યાઓ કમ ન હતી. એટલે ગમે તેવા નિર્જન વનમાં પણ વિદ્યાના બળથી એ ભોજન-ભોગ સામગ્રીને હાજર કરી શકતો !
આ રીતે ફરતાં ફરતાં એણે છ મહિના તો શૂન્ય વનોમાં જ વિતાવ્યા...! એમાં એકવાર સૌરાષ્ટ્ર તરફ જવાની ઇચ્છા થતાં એ એનું વિમાન સૌરાષ્ટ્ર તરફ લઇને ચાલ્યો !
પણ અચાનક આ શું ? થોડેક દૂર સૌરાષ્ટ્રની હદમાં પ્રવેશ કર્યો કે શુકરાજનું વિમાન ગોથા ખાવા માંડ્યું ને અટકવા માંડ્યું...!
એક તો શુક૨ાજનું ચિત્ત અસ્વસ્થ તો હતું જ. એમાં વળી વિમાનની ગડમથલથી વધુ અસ્વસ્થ થવા માંડ્યું. એટલે શકરાજે પોતાનું વિમાન ત્યાં ને ત્યાં નીચે ઉતાર્યું ને વિમાનમાંથી બહાર આવી આજુબાજુ દૃષ્ટિ નાખી જોવા માંડ્યું.
ત્યાં તો એની ષ્ટિ થોડાં જ ડગલાં દૂર સુવર્ણ કમળ ઉપર બેઠેલ કૈવલ્યની જ્યોતિ જેમણે પ્રગટાવી દીધી છે એવા મૃગજમુનિ પર પડી... આ રીતે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૫૧