SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમા ઉદ્ધારક : બાહડ મંત્રી , (ચૌદમો અને પંદરમો ઉદ્ધાર પ.પૂ. દેવરત્નસાગરજી મ.સા.ના ‘જય શત્રુંજય’ પુસ્તકમાંથી લીધેલ છે.) બાહડ મંત્રીએ તેરમો રે... તીર્થે કર્યો ઉદ્ધાર, બાર તેરોતર વર્ષમાં રે... વંશ શ્રીમાળી સાર.. હો જિનજી.” ૧૪મો ઉદ્ધાર શ્રી શિલાદિત્ય રાજાનો છે, એમ “શત્રુંજય મહાભ્યમાં ઉલ્લેખ છે. પરંતુ શ્રી મેરૂતુંગસૂરિ રચિત “પ્રબંધ ચિંતામણિ'ના આધારે અને પ્રસિદ્ધ નવાણું પૂજામાં “બાહડ મંત્રી” ૧૪મા ઉદ્ધારક છે. | વિક્રમની તેરમી શતાબ્દીની આ વાત છે. એ સમયે ગુજરાતમાં પરમહંતુ રાજા કુમારપાળનો શાસનકાળ હતો. એમનો તેજસ્વી સૂર્ય મધ્યાન્હ તપતો હતો. સૌરાષ્ટ્રમાં સમરસિંહ રાજાને જીતવા રાજા કુમારપાળ મહામંત્રી ઉદયનને મોકલ્યા. મંત્રીશ્વર લશ્કર લઈ સૌરાષ્ટ્રમાં આવ્યા. માર્ગમાં શત્રુંજય જોઇ યાત્રાની ભાવના જાગી. લશ્કરને આગળ મોકલી પોતે ગિરિરાજની યાત્રાએ આવ્યા. દાદાના મંદિરમાં તેઓ પ્રભુની ભાવથી સ્તુતિ કરતા હતા, તે સમયે એક ઉંદર દિપકમાંથી દિવેલ લઈને દોડવા લાગ્યો. મહામંત્રીએ વિચાર્યું : “અહો ! આ સળગતી દિવેટ જો મંદિરના કાષ્ટકામ પર પડે તો સમગ્ર મંદિરનો નાશ થાય.” એ સમયે એમણે સંકલ્પ કર્યો, “વળતાં શત્રુંજયના સમગ્ર મંદિર હું આરસ પાષાણનાં બનાવરાવીશ.” પૂજા વિગેરે કરી તે યુદ્ધભૂમિમાં પહોંચ્યા. રાજા સમરસિંહનો વીરતાપૂર્વક સામનો કરી પરાજય કર્યો. વિજય તો મળ્યો પણ મહામંત્રીનું શરીર શસ્ત્રોના ઘાથી જર્જરીત બન્યું. મૃત્યુ નજીક આવ્યું. આ તો ગઢ આલા પર સિંહ ગેલા' જેવો ન્યાય થયો. મહામંત્રીનો પ્રાણ જતો નથી તે સમયે તેમની છેલ્લી ઇચ્છા પુત્ર બાહડે પૂછી, મંત્રીશ્વરે કહ્યું : “બાહડ ! મારા હૃદયની ચાર ભાવના બાકી છે તે તું પૂર્ણ કરજે - (૧) શત્રુંજય પર આરસના મંદિર કરવા. (૨) નાના પુત્ર અબંડને સેનાપતિ કરવો. (૩) ગિરનાર પર પગથિયાં કરવાં અને (૪) મને નિર્ધામણા કરાવવા ગુરુનો મેળાપ.” ઉપરોક્ત ભાવના પૂર્ણ કરવાની બાહડે પ્રતિજ્ઞા કરી. ચોથી ભાવના પૂર્ણ કરવા મુનિરાજની શોધ કરાવી. એટલામાં કોઇ સાધુનો યોગ મળ્યો નહિ. તેથી એક નાટકકાર (ભાટ)ને સાધુનો વેશ પહેરાવી મંત્રીશ્વર પાસે લાવ્યા. તે નાટકકારે (ભાટે) અસલ સાધુના ચરિત્ર મુજબ મંત્રીશ્વરને ધર્મોપદેશ ચાર શરણ વિગેરે સંભળાવ્યાં. શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૩૨
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy