________________
મરીને નરકમાં જશે. પછી ઇન્દ્ર કલ્કીના પુત્ર દત્તને તેના પિતાનાં રાજય પર બેસાડી, આહંદુ ધર્મનો બોધ કરી સંઘને નમીને સ્વસ્થાને જશે.
કલ્કીનો પુત્ર દત્તરાજા ઇન્દ્રની આજ્ઞાથી અને આચાર્ય પ્રાતિપદ સૂરિના કહેવાથી સંખ્યાબંધ જૈન ચૈત્યો કરાવશે. પછી સંઘ અને ગુરુને આગળ કરીને દત્તરાજા શત્રુજંયાદિ તીર્થો ઉપર જઇ યાત્રા અને ઉદ્ધાર કરશે. તે દત્તરાજા ત્રિખંડ ભરતક્ષેત્રમાં દરેક નગરે, ગામે, ખેટે, કબટે, પત્તને, ગિરિએ, તીર્થે અને આર્ય-અનાર્ય દેશમાં સર્વત્ર શ્રી જિનેશ્વર ભગવંતનાં વિશાળ મંદિરો કરાવશે અને સદા અહિંસામાં તત્પર રહીને ગુરુની આજ્ઞા પાળશે. દત્તના રાજયમાં શાંત, દાંત, સદાચારી અને નિર્મળ ચારિત્રમાં સ્પૃહા કરતા ઘણા શ્રેષ્ઠ મુનિવરો થશે. તે સમયે ઇન્દ્રના આદેશથી વરસાદ બરાબર કાળે વર્ષશે અને સાતે પ્રકારની ઇતિઓ શાંત થશે. દત્તરાજાનાં રાજ્યમાં તે સમયે રાજાઓ ન્યાયી, મંત્રીઓ જનહિતકારી અને લોકો સમૃદ્ધિમાનું તેમજ ધાર્મિક થશે. આ રીતે ત્યારપછી પાંચમાં આરાના અંત સુધી નિરંતર જૈનધર્મની પ્રવૃત્તિ રહ્યા કરશે. • પ્રભુએ ફરમાવેલું ભાવિકાલનું સ્વરૂપ અને તીર્થનો મહિમા :
હે ઇન્દ્ર ! દુષમકાલના પ્રભાવથી હવેથી ચોથા આરાની પૂર્ણાહુતિ બાદ લોકો અધર્મી, નિર્ધન, અલ્પાયુષી, રોગી અને કરથી પીડાએલા થશે. રાજાઓ અર્થલબ્ધ અને અતિભયંકર થશે. કુલવાનું સ્ત્રીઓ પણ કુશીલવાળી થશે. ગામડાંઓ સ્મશાન જેવાં દેખાશે. લોકો નિર્લજ્જ, નિર્દય, દેવગુરુનાં નિંદક અને દિનપ્રતિદિન અતિશય રાંક અને હીન સત્ત્વવાળા થશે.
પાંચમા આરાના અંતે આ ભરતક્ષેત્રમાં છેલ્લાં દુઃપ્રસહ નામે આચાર્ય, ફલ્યુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન રાજા અને સુમુખ નામે મંત્રી થશે. દુ:પ્રસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા વિમલગિરિ તીર્થ ઉપર આવી યાત્રા અને ઉદ્ધાર કરશે. તે સમયે લોકો બે હાથ પ્રમાણ કાયાવાળા અને વીશ વર્ષના આયુષ્યવાળા થશે. તેઓમાં કોઇક જ ધર્મી થશે. બાકી પ્રાયઃ ઘણાં અધર્મી થશે. આચાર્ય દુ:પ્રસહ બાર વર્ષ ગૃહસ્થપણામાં રહી આઠ વર્ષ ચારિત્ર પાળી છેવટે અઠ્ઠમનો તપ કરીને કાળ કરી સૌધર્મકલ્પમાં દેવ થશે. તેમનો કાળધર્મ થતાં (પાંચમા આરાના છેલ્લાં) દિવસોના પૂર્વાહકાળે ચારિત્રનો ક્ષય થશે. મધ્યાહન કાળે રાજધર્મનો ક્ષય થશે. પછી તેટલાં જ પ્રમાણનો દૂષમકાળ (છઠ્ઠો આરો) શરૂ થશે. તે સમયે લોકો પશુ જેવા નિર્લજજ, બિલમાં રહેનારા અને જીવવા માટે મત્સ્ય ભક્ષણ કરનારા થશે. તે કાળે શત્રુંજયગિરિ સાત હાથનો થઈ જશે અને પછી ઉત્સપિણ્ કાળમાં પાછો પૂર્વની જેમ વૃદ્ધિ પામવા માંડશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૩૦