________________
જાવડ તત્કાળ ત્યાંથી ઊઠી, વહાણોમાંથી વસ્તુ ઉતારી, મંગલિક કરીને શત્રુંજય મહાતીર્થ તરફ પ્રયાણ કરશે. • મિથ્યાત્વી કપર્દી યક્ષે સંઘમાં કરેલાં ઉપદ્રવો :
પહેલે દિવસે સિદ્ધગિરિનો રક્ષક પૂર્વનો મિથ્યાત્વી યક્ષ સંઘપતિની સતી સ્ત્રી જયમતીના શરીરમાં જવર ઉત્પન્ન કરશે. તે વખતે તપસ્વી આચાર્ય મહારાજ શ્રી વજસ્વામીજી તેનાં પર પોતાની દષ્ટિ માત્ર નાંખીને તેનો પ્રતિકાર કરશે તથા આકાશમાં લાખો યક્ષો સહિત ચાલતો નવો કપર્દી યક્ષ દુષ્ટ દેવતાઓ તરફથી આવી પડતા વિપ્નોને દૂર કરશે. શ્રી વજસ્વામી પણ અસુરોએ ઉત્પન્ન કરેલી વિપ્નોની શ્રેણીને પોતાના પ્રભાવથી દૂર કરશે. અનુક્રમે તે સંઘ આદિપુર પહોંચશે. ત્યારે તે અધમ દેવતાઓ ગિરિરાજને કંપાવશે. એટલે શ્રી વજસ્વામી શાંતિકર્મ કરીને તીર્થજળ, અક્ષત અને પુષ્પો આક્ષેપપૂર્વક પર્વત પર છાંટીને તેને નિશ્ચલ કરશે.
પછી વજસ્વામીએ બતાવેલા શુભ દિવસે ભગવંતની પ્રતિમાને આગળ કરીને દુંદુભિના નાદ સહિત સંઘ ગિરિરાજ ઉપર ચડશે. તે સમયે ત્યાં રહેલા મિથ્યાત્વી દેવતાઓ ભયંકર એવા શાકિની ભૂત, વેતાળ, રાક્ષસોના સમૂહને બતાવશે. વજસ્વામી અને કપર્દી યક્ષ તે વિપ્ન પણ દૂર કરશે. તેથી સકળ સંઘ સુખપૂર્વક ગિરિરાજના શિખર ઉપર પહોંચશે. ત્યાં મડદા, અસ્થિ, ચરબી, રુધિર, ખરી, કેશ અને માંસ વગેરે પદાર્થોથી ખરડાયેલાં તે ગિરિરાજને જોઈ બધાં યાત્રાળુઓ ખેદ પામશે. તે સમયે જાવડ પોતાના માણસો પાસેથી શત્રુંજય નદીનું જળ મંગાવીને તે ગિરિરાજને ક્ષણવારમાં ધોઈને નિર્મળ કરશે.'
ત્યારબાદ અત્યંત જીર્ણ થયેલાં પ્રાસાદોને જોઇ સંઘપતિ જાવડ ઘણો ખેદ પામશે. આ બાજુ રાત્રિ થતાં મિથ્યાત્વી અસુરો રથમાં રહેલી પ્રભુની પ્રતિમાને પર્વત ઉપરથી નીચે ઉતારી દેશે. પ્રાત:કાળે મંગળનાદથી જાગ્રત થયેલો જાવડ પ્રભુની પ્રતિમાને નહીં જોવાથી અત્યંત ખેદ પામશે. પછી વજસ્વામી ઉપયોગ મૂકી તેને નીચે ઉતારેલી જાણી આનંદથી પાછા ઉપર લાવશે. ફરીવાર બીજી રાત્રિએ મિથ્યાત્વી દેવો પ્રતિમાને નીચે ઉતારી દેશે. પ્રાત:કાળે પાછા સંઘના લોકો તેને પર્વત ઉપર લાવશે. આ રીતે એકવીસ દિવસ પસાર થશે પણ બંને પક્ષમાંથી કોઇ ઉદ્વેગ પામશે નહીં.
પછી વજસ્વામી રાત્રિએ કપર્દી યક્ષને અને જાવડને બોલાવીને કહેશે, “હે યક્ષ ! હવે તારી શક્તિનો ઉપયોગ કર અને તારા અનુચરોને સજજ કર અને હે ૧. શ્રી કપર્દી યક્ષ પોતાના સેવક દેવો પાસે જળ મંગાવીને તેને નિર્મળ કરશે. આવું પણ
આવે છે.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૨૬