SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં શ્રીમુખે સાંભળીને ગિરિરાજના મહિમાની અનુમોદના કરતાં કેટલાક જીવોએ સમ્યક્ત્વને, કેટલાંક જીવોએ દ્વાદશવ્રત અને કેટલાંક જીવોએ ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુની દેશનાને સાંભળી કેટલાંક સર્પ, નોળિયા, હાથી અને મૃગ આદિ જીવો પ્રતિબોધ પામી, સમતાનો આશ્રય કરી, તે ગિરિરાજ પર સદ્ગતિ પામ્યા. ત્યારપછી પ્રભુ રૈવતગિરિ આદિ તીર્થોમાં વિહાર કરી પુનઃ કાશીના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તેમના ભાઈ હસ્તિસેને આવી પ્રભુને નમસ્કાર કર્યો. તે સમયે પરમ કૃપાળુ પ્રભુએ તેમને તારવા માટે દેશના ફરમાવી. શત્રુંજયગિરિ, સુરપતિ એવા અહંતની પૂજા, સંઘપતિનું પદ, સદગુરૂ, સમકિત, શીલ અને સમતા એ શિવસુખને આપનારું સપ્તક છે.” અનંત ભવમાં થયેલાં દુષ્કૃત્યનો નાશ કરનાર અને સિદ્ધિપદરૂપ શાશ્વતગિરિ શત્રુંજય તીર્થાધિરાજ સદા સેવવાયોગ્ય છે. જિનનું પૂજન કરવાથી પ્રાણીઓના કર્મસમૂહનો વિનાશ થાય છે. તીર્થકર નામ કર્મને ઉપાર્જન કરાવનાર, સંઘપતિ પણ આદરણીય છે. સદ્ગર, સમ્યક દર્શન આપનાર છે. મિથ્યાત્વથી મોહિત એવો જીવ આ સંસારમાં ત્યાં સુધી જ ભમે છે કે જ્યાં સુધી સમ્ય દર્શનનો તે સ્પર્શ કરતો નથી. જેનાથી અગ્નિ જળ થાય, સઘળાં વિષો અમૃત થાય, સર્પ રજુ થાય અને દેવતા દાસ થઈ જાય તેવું શીલ પ્રાણીઓએ અવશ્ય સેવવા યોગ્ય છે અને સ્વાભાવિક વૈરને ધારણ કરનારા પ્રાણીઓ પણ વૈર વગરના થઇને પરસ્પર મિત્રતા અનુભવે છે. આથી સિદ્ધિસુખનું કારણ એવી સમતા સદા સેવવા યોગ્ય છે. આ સાત વસ્તુઓ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. • શ્રી હસ્તિસેન રાજાને પ્રાપ્ત થયેલ સંઘપતિપદ : આ પ્રમાણે દેશના સાંભળીને હસ્તિસેન રાજાએ ભક્તિથી ઉઠી, પ્રભુને નમી, અંજલી જોડીને, હર્ષપૂર્વક પ્રભુ પાસે સંઘપતિ પદની પ્રાર્થના કરી. તત્કાળ પ્રભુએ ઇન્દ્ર લાવેલો વાસક્ષેપ તેના મસ્તક પર નાંખી તેને સંઘપતિ પદ પર પ્રતિષ્ઠિત કર્યો. તે જ સમયે હસ્તિસેન રાજા સંઘની સાથે દેવાલયને આગળ કરી પૂર્વકાળે થઈ ગયેલા સંઘપતિઓની જેમ માર્ગમાં જિનેશ્વર દેવની અને ગુરુદેવની પૂજા કરતો ચાલ્યો. અનુક્રમે શત્રુંજયગિરિરાજ ઉપર આવી નદીઓમાંથી જળ લઇને મહોત્સવપૂર્વક પ્રભુનું સ્નાત્ર કર્યું. શિખરે શિખરે ચૈત્યો કરાવ્યાં અને વિશેષ પ્રકારે સંઘની પૂજા કરી. ત્યાંથી ચાલતાં ચંદ્રપ્રભાસતીર્થમાં, શ્રી શૈલમાં અને ગિરનાર મહાતીર્થમાં પણ અહંત પ્રભુને નમી, સ્તવના કરીને તેણે પાંચ પ્રકારનાં દાન આપ્યાં. સાત ક્ષેત્રોમાં દ્રવ્ય વાવતી વખતે તે હસ્તિસેન રાજા અનુક્રમે ચર્તુવિધ ધર્મનું પાલન કરતાં શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૨૦
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy