________________
થયું. તત્કાળ ઇન્દ્રો આસન ચલિત થવાથી હર્ષ વડે ત્યાં આવ્યા. તેઓએ સમવસરણ રચ્યું. પ્રભુ તેમાં બિરાજયા. ઉદ્યાનપતિએ દ્વારિકામાં આવીને કૃષ્ણને પ્રણામ કરી વધામણી આપી કે, “શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેને ઉચિત દાન આપી દશે દિશાહ, માતા, બંધુ, રાજીમતી અને પુત્રોની સાથે કૃષ્ણ ઉત્સવ સહિત ગિરનાર ઉપર આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી, સ્તુતિ કરી ઈન્દ્રની પાછળ યોગ્ય આસને બેઠા. બીજાઓ પણ યથાયોગ્ય સ્થાને બેઠા. • અંબિકાદેવીનું ચરિત્ર :
અહીં પ્રસંગોપાત શ્રી નેમિનાથ પ્રભુનાં શાસનની અધિષ્ઠાયિકા (કૂષ્માંડિકા) અંબિકા દેવીનું સુંદર ચરિત્ર કહેવામાં આવે છે.
સિદ્ધાચલ અને ઉજ્જયંતગિરિ (ગિરનાર) વડે સર્વ દેશના આભરણ રૂપ સુરાષ્ટ્ર નામે દેશ છે. ત્યાં કુબેર નામે એક ઉત્તમ નગર છે. તે નગરમાં રત્નરૂપ કૃષ્ણ નામનો રાજા રાજ્ય કરે છે. તે કુબેર નગરમાં સમ્યગ્દર્શનવાળો જૈનધર્મી દેવભટ્ટ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલા નામની સ્ત્રીથી સોમભટ્ટ નામે પુત્ર હતો. તે પુત્રને સારા આચરણવાળી અંબિકા નામે સ્ત્રી હતી. એ કાળક્રમે સોમભટ્ટનો પિતા દેવભટ્ટ સ્વર્ગમાં ગયો. તેની સાથે જૈનધર્મ પણ સ્વર્ગમાં ગયો અને સોમભટ્ટ મિથ્યાધર્મનો આશ્રય કર્યો.
એક વખતે તે દેવભટ્ટના શ્રાદ્ધનો દિવસ આવ્યો. મધ્યાહ્ન સમયે માસોપવાસી બે મુનિ સોમભટ્ટને ઘેર પધાર્યા. તે મુનિઓને જોઈ અંબિકા હર્ષ પામી, અનંત ભક્તિથી મનમાં વિચારવા લાગી કે, “આજે પર્વ દિવસે મારા અગમ્ય પુણ્યથી આ બે મુનિઓએ મારા ગૃહનાં આંગણાને પાવન કર્યું છે. યોગાનુયોગ અત્યારે મારી સાસુ ઘેર નથી, મને દાનની પ્રબળ ઇચ્છા છે. ઘરમાં શુદ્ધ અન્ન પણ છે. માટે આ મુનિઓને હું વિનંતી કરું.”
આવો વિચાર કરી હર્ષથી રોમાંચ ધારણ કરતી અંબિકા એકદમ આસન ઉપરથી ઉભી થઈ અને મુનિને કહેવા લાગી, “હે મુનિરાજ ! કૃપા કરીને આ શુદ્ધ અન્ન ગ્રહણ કરો. જેથી હું પવિત્ર પુણ્યવતી થાઉં.' તેના ચિત્તની અને અન્નની શુદ્ધિ જોઇને મુનિએ તેની પાસે પાત્ર ધર્યું. એટલે અંબિકાએ હર્ષથી તેમાં અન્ન વહોરાવ્યું. બંને મુનિએ ધર્મલાભ કહ્યો. બંને મુનિ તેના ઘરમાંથી ચાલ્યા ગયા.
અંબિકાએ આપેલું મુનિદાન જોઇને જાણે મૂર્તિમાન કૃત્યા હોય તેવી કોઈ કલહપ્રિયા પાડોશણ તત્કાલ ઊંચો હાથ કરતી પોતાના ઘરમાંથી બહાર નીકળી. ૧. અત્યારે કોડીનાર છે તે સંભવે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૭