________________
અરિહંત ભગવાન સીમંધર સ્વામીને પૂછી નારદે તરત ત્યાં આવી પુત્રનો વૃત્તાંત કહીને તેમને ખુશી કર્યા. તે આ પ્રમાણે છે -
રૂક્મિણીએ પૂર્વભવે એક મયુરીનાં ઇંડાને લઈ કેશરીયા હાથ વડે રંગીને મયૂરીને પાસે મૂકી તેને ભ્રમથી છેતરી હતી, તેથી આ ભવમાં તેને પુત્રનો વિયોગ થયેલો છે. તથા સોળ વર્ષ પછી તારે પુત્રની સાથે મેળાપ થશે.” એવું આહતું વચન સાંભળી રૂક્મિણી સ્વસ્થ થઈને રહેવા લાગી. કૃષ્ણ પણ શોકરહિત થયા. • કનકમાલાનો પ્રપંચ અને પ્રધુમ્નને વિધાપ્રાતિઃ
અહીં કાલસંવર ખેચરને ઘેર પ્રદ્યુમ્ન સર્વ શસ્ત્ર તથા અસ્ત્રોમાં કુશળ, તેમજ પરાક્રમી થયો. અનુક્રમે યૌવન પામ્યો. સુંદર યૌવનવયવાળા પ્રદ્યુમ્નને જોઇ તેની રક્ષક માતા કનકમાલા સવિકારી વચનો વડે તેને કહેવા લાગી, “હે મહાભાગ ! મારું શરીર કામદેવરૂપ દાવાનલથી તપી ગયેલું છે, તેને તારા શરીરના સ્પર્શરૂપ અમૃતથી સત્વર શાંત કરો.” તેણીનાં વચન સાંભળી કૃષ્ણકુમાર મનમાં અત્યંત દુભાણો. તેણે કનકમાલાને કહ્યું, “આ પાપી વચનને ધિક્કાર છે. જેથી તું માતા છે અને હું તારો પુત્ર છું.” તે બોલી, “હું તારી માતા નથી, તને તો કાલસંવર ખેચર કોઈ ઠેકાણેથી લાવ્યા છે. મેં તો માત્ર તને મોટો કરેલો છે. માટે મારી સાથે ભોગ ભોગવ અને વિશ્વનો વિજય કરવા સમર્થ એવી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામે વિદ્યા મારી પાસેથી ગ્રહણ કર. તું દયાળુ થઈને મારા વચનને વ્યર્થ કરીશ નહીં.”
આ સાંભળી કાંઇક મનમાં નિશ્ચય કરીને કૃષ્ણકુમારે કહ્યું, “મને વિદ્યા આપ, પછી તારું વચન માનીશ.' તેથી તેણે વિદ્યા આપી અને પ્રદ્યુમ્ન વિદ્યા લઇને સાધી. પછી, “તું મારી માતા અને ગુરુ છે' એમ કહી પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યો ગયો. કનકમાલાએ નખથી શરીરને ઉઝરડી પોકાર કરવા માંડ્યો. તે સાંભળી “આ શું?” એમ પૂછતા તેના પુત્રો આવી પહોંચ્યા. પોતાની માતાનો પ્રદ્યુમ્નથી પરાભવ થયેલો જાણી કોપ પામીને તેઓ આયુધ ઉગામી પ્રદ્યુમ્નને મારવા દોડ્યા. પ્રદ્યુમ્ન વિદ્યાના બળથી તેઓને મારી નાખ્યા. પુત્રોના વધથી ક્રોધ પામી લડવા આવેલા કાળસંવરને લીલામાત્રમાં જીતી લઇ પ્રદ્યુમ્ન કનકમાલાનો દારૂણ વૃત્તાંત જણાવી દીધો.
એવામાં નારદ ત્યાં આવ્યા. પ્રદ્યુમ્ન તેમની પૂજા કરી. નારદે તેની માતા રૂક્મિણી સંબંધી સીમંધર પ્રભુએ કહેલાં વચનો કહ્યાં. વળી જણાવ્યું કે, “સત્યભામાનો પુત્ર ભાનુ જો પ્રથમ પરણશે તો તારી માતાને પ્રતિજ્ઞામાં હારવાથી પોતાના માથાના વાળ આપવા પડશે. કેશદાન કરવાના પરાભવથી અને તારા વિયોગની પીડાથી તારી માતા રૂક્મિણી તું વિદ્યમાન છતાં મૃત્યુ પામશે.'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૫૯