SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કરી, રાયણ વૃક્ષ પાસે આવ્યા. પવિત્ર એવા તે વૃક્ષને પ્રદક્ષિણા દઇ, શ્રી મહાવી૨સ્વામી ભગવાન પાસે આવ્યા. પરમાત્માના ચરણોમાં વંદન કરી, ૫રમાત્માની ચારે બાજુ બિરાજમાન શમરસ ભરપૂર મૂર્તિમંત ધર્મ હોય એવા અને કાયોત્સર્ગ, ધ્યાન, જ્ઞાનાભ્યાસ, જાપ, પ્રભુદર્શન, પ્રતિલેખનાદિ વિવિધ આરાધનામાં અપ્રમત્ત શ્રમણવૃંદને પણ વંદન કર્યા. ત્યારપછી પરસ્પર સ્પર્ધા કરતા દેવોએ શ્રેષ્ઠ રત્નોથી સમવસરણની રચનાનો આરંભ કર્યો. વાયુકુમાર દેવોએ સુગંધી વાયુથી જમીનને શુદ્ધ કરી અને મેઘકુમારોએ સુગંધી જલનો છંટકાવ કર્યો. સુગંધી જલ વડે સિંચન થયેલી એ શ્રી શત્રુંજયતીર્થની ભૂમિ જાણે મોક્ષરૂપ ફળ પામવા પુણ્યરૂપી વૃક્ષ વાવવા માટે તૈયાર કરી હોય તેવી શોભવા લાગી. તેની ઉ૫૨ વ્યંતરદેવોએ યોજનપ્રમાણ ભૂમિમાં જેઓના ઝિંટા નીચે છે, એવા પંચવર્ષાં પુષ્પોની ઢીંચણપ્રમાણ વૃષ્ટિ કરી. રત્નની ભૂમિ ઉપર રહેલાં એ પુષ્પો જાણે પ્રભુની પાસે કામદેવે પોતાનાં શસ્ત્રો છોડી દીધા હોય તેમ શોભવા લાગ્યા. ચારે દિશાઓમાં વ્યંતરદેવેન્દ્રોએ લાલ પદ્મરાગમણિનાં તોરણો બાંધ્યા. તે પછી બહારના ભાગમાં ભવનપતિ ઇન્દ્રોએ પ્રભુના શુભ ધ્યાનની પ્રતિકૃતિરૂપ રૂપાનો ગઢ કર્યો. તે ચંદ્ર જેવો શોભતો હતો. કુંડળાકારે શોભતા તે ગઢની ઉપર ફરતી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી. તે ગઢથી પંદરસો ધનુષ્ય વચ્ચેની જમીનને છોડીને જ્યોતિષ્પતિ દેવોએ સુવર્ણનો મધ્યગઢ કર્યો. પૂર્વના ગઢ જેટલા જ પહોળા અને ઉંચા તે ગઢ ઉપર રત્નમય કાંગરા કર્યા. ત્યારબાદ વૈમાનિક દેવોએ રત્નમય ગઢ કર્યો અને તેની ઉપર દિવ્ય પ્રભાવથી પૂર્ણ એવી મણિના કાંગરાની શ્રેણીઓ રચી. તેની ઉપર ધજાઓ અને સુવર્ણની ઘૂઘરીથી દિશાઓને ગજવતો એક રત્નમય મહાધ્વજ શોભતો હતો. દરેક ગઢમાં સુંદર કમાડવાળાં રત્નના ચાર દ્વારો હતા. તે દ્વારો ઉપર ઇન્દ્રનીલમણિના તોરણો હતા. દરેક દ્વારે તેજથી ઝળહળતાં ધૂપધાણાઓ હતા. તેની સુગંધ ચારે બાજુ પસરતી હતી. તેજથી અંધકારનો નાશ કરતા તે ગઢો શોભી રહ્યા હતા. બહારના ગઢના દરેક દ્વારની પાસે પ્રભુને નમસ્કાર કરવા આવનારાઓને સ્નાન ક૨વા માટે સુવર્ણકમળોથી શોભતી સુંદર જળથી પૂર્ણ વાવડીઓ દેવોએ રચી હતી. તે સમવસરણમાં મધ્ય ગઢમાં ઇશાન દિશામાં પ્રભુને વિશ્રામ લેવા એક દેવછંદ દેવોએ રચ્યો હતો. રત્નના ગઢમાં સત્તાવીશ ધનુષ્ય ઊંચું એક મણિપીઠ અને તેની અંદર વિશાલ ચૈત્યવૃક્ષ દેવોએ રચ્યું. તે ચૈત્યવૃક્ષના પાંદડાઓથી તે સમવસરણ તાપરહિત બની શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૭
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy