________________
પછી દર્ભના આસન પર બેઠેલી તે દુર્ગધાને કુલપતિએ કહ્યું, “હે વત્સ ! તું દુઃખી કેમ જણાય છે ? તેમજ તારા શરીરમાં આવી દુર્ગધ કેમ છે ? અને તું અહીં કેમ આવી છે?” તે સાંભળી અશ્રુને લૂછીને દુર્ગધા બોલી, “હે મુનિવર્ય! મારા પૂર્વભવનાં કુકર્મનો આ સર્વ વિલાસ છે. એમ હું જાણું છું. બાલ્યવયથી માંડીને દુઃખારૂં એવી મને મારા પતિએ પણ દુર્ગધથી છોડી દીધી. ત્યારથી હું બધા તીર્થોમાં ભણું છું. તો પણ અદ્યાપિ તે કર્મોનો ક્ષય થયો નથી. હે ઋષીશ્વર ! ધર્મના દાનથી તમે સર્વ પ્રાણીઓના આધાર છો, માટે મને પૂર્વના પાપથી મૂકાવીને આ સંસારસાગરમાંથી તારો.
તે સાંભળીને મુનિ બોલ્યા, “વત્સ ! મારામાં તેનું જ્ઞાન નથી, તથાપિ તું શત્રુંજયગિરિના મધ્યમાં થઈને રેવતાચલે જા. ત્યાં કેવલી ભગવંતે બતાવેલા ગજેન્દ્રપદકુંડમાંથી જળ લાવી કર્મના ક્ષય માટે સ્નાન કર.'
આ પ્રમાણે સાંભળી ચિત્તમાં પ્રસન્ન થઈ દુર્ગધા તે તાપસના ચરણમાં પ્રણામ કરી મનમાં પુંડરીકગિરિનું અને રૈવતાચલનું ધ્યાન કરતી ચાલી. એક નિશ્ચયથી નિત્ય ચાલતી દુર્ગધા કેટલાક દિવસે શત્રુંજયગિરિ ઉપર આવી. ત્યાં શ્રી ઋષભદેવ ભગવંતને પ્રણામ કર્યા. પછી તે ગિરિને પ્રદક્ષિણા કરીને ત્યાંથી પૂર્વના અશુભ કર્મનો સંચય દૂર કરવા માટે વેગથી વૈતવાચલ તરફ તે ચાલી. શુભ ભાવનાવાળી તે સ્ત્રી ઉત્તર તરફના પગથિયાના માર્ગથી રૈવતાચલ ઉપર ચડી અને હાથીપગલા નામના કુંડ પાસે આવી. પરંતુ દુર્ગધીપણાથી તે શ્રી અરિહંત પ્રભુના ચૈત્યમાં અને કુંડમાં પ્રવેશ પ્રાપ્ત ન કરી શકી. આથી તે તેમાંથી પાણી બહાર લાવીને પ્રતિદિન સ્નાન કરવા લાગી. એવી રીતે સ્નાન કરતાં સાત દિવસે તેનું દુર્ગધપણું દૂર થયું અને શુભ ગંધયુક્ત શરીરવાળી બની, ત્યારબાદ તે પૂજા કરવા માટે જિનમંદિરમાં ગઇ. • દુર્ગધાનો પૂર્વભવ :
તે વખતે અર્જુન ત્યાં હતો. તેણે પ્રભુની પૂજા કર્યા પછી બહાર આવતાં મુનિએ કહેલો તેનો પૂર્વભવ આ પ્રમાણે સાંભળ્યો, “હે વત્સ તું પૂર્વભવમાં બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થઈ હતી. તે વખતે કોઈ શ્વેતાંબર મુનિનો તે ઉપહાસ કર્યો હતો. હા ! હા ! આ શ્વેતાંબર મુનિઓ વનમાં રહે છે, સ્નાન કરતા નથી તેથી તેઓ પોતાના શ્વેત વસ્ત્રને ઉલટાં મલિન કરે છે. એવું કહી મુખ મરડતાં અને હાથને કટિ ઉપર તાડન કરતાં તે જે કુકર્મ ઉપાર્જન કર્યું, તેનું જે ફળ તે ભોગવ્યું તે સાંભળ. તું ત્યાંથી મૃત્યુ પામ્યા પછી નરકમાં ગઇ, ત્યાંથી શ્વાનની યોનિમાં પછી ચંડાલના કુળમાં ઉત્પન્ન થઈ. પછી ગામની ડુક્કરી થઈ. એવી રીતે દુષ્ટભવોમાં ઘણું પરિભ્રમણ કરી અનુક્રમે આ ભવમાં તું મનુષ્ય થઇ. પરંતુ નામથી અને પરિણામથી દુર્ગધા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૩૪