SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્તંભના અગ્રભાગ ઉપર અદ્ભૂત ચક્ર છે. વામ અને દક્ષિણ ભાગમાં તેના બાર આરાઓ ભમ્યા કરે છે. તેની નીચે આ ઘીનો ભરેલો તાવડો રાખેલો છે. તેની અંદર પ્રતિબંબિત થયેલા ચક્ર ઉપર ગોઠવેલી રાધાના પ્રતિબિંબને જોઇ, બાણ વડે ચક્રને ભેદી જે કોઇ રાધા (પૂતલી)ના વામનેત્રને વીંધે, તે કુમાર પોતાના ભાગ્યબળે રાધાવેધની પ્રતિજ્ઞાવાળી દ્રુપદકુમારીને પરણે. તે સાંભળી કેટલાક તો ધનુષ્ય ધરવામાં જ અસમર્થ થયા, કોઇ ધરીને આરોપણ કરી શક્યા નહીં અને કેટલાક રાજાઓ તો પોતાની અશક્તિ જાણીને જેમના તેમ બેસી જ રહ્યા. તે સમયે અર્જુને બળવાન ભીમસેનની સાથે સિંહની જેમ મંચ ઉપ૨થી ઊતરી પ્રથમ ક્ષેત્રદેવતાને નમસ્કાર કર્યો. જ્યારે અર્જુને હાથ વડે ધનુષ્ય ઉપાડ્યું તે વખતે ભીમસેન ઊંચા હાથ કરી દિપતિઓ પ્રત્યે બોલ્યો, ‘હે શેષનાગ ! તું સર્વ પૃથ્વીના ભારને ધરી રહ્યો છું. માટે દૃઢ રહેજે અને ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરૂણ, વાયુ, કુબેર, ઇશાન અને બ્રહ્મ વગેરે સર્વે તમે વિશ્વની સ્થિતિમાં પરાયણ થઇ સ્થિર રહેજો. કારણ કે હમણાં મારો અનુજબંધુ દૃઢ ધનુષ્યના ધ્વનિથી અને ચરણન્યાસથી ધનુષ્યને નમાવશે. તે અવસરે અર્જુને બળથી કડકડાટ શબ્દ કરતા ધનુષ ચડાવ્યું. કર્ણને બધિર કરે તેવા તે ધનુષ્યના નિષ્ઠુર શબ્દથી કાયર પુરુષો તો પૃથ્વી પર સૂઇ ગયા અને ભીરુ પુરુષો એકદમ ત્રાસ પામી ગયા. પછી તપાવેલા ઘીના કડાહમાં દિષ્ટ રાખી ચક્રના આરામાં રાધા (પૂતળી)ની કીકીને જોઇને તત્કાળ અર્જુને બાણ છોડ્યું. જેથી વિસ્મય સાથે રાધાનો વેધ થયો. તે વખતે દેવતાઓના સમૂહે જય જય ધ્વનિ અને દુંદુભિના નાદથી મિશ્રિત પુષ્પની વૃષ્ટિ કરી. તત્કાળ દ્રૌપદીએ અનુરાગસહિત આવીને વેગથી અર્જુનના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે વખતે એ વરમાળા પાંચરૂપે થઇને પાંચે પાંડવોના ગળામાં આવી. તે જોઇને ભીષ્મ લજ્જા પામ્યા, દ્રુપદ રાજાએ મસ્તક નીચું કર્યું અને સર્વ વિસ્મયથી જોઇ રહ્યા. તેવામાં કોઇ ચારણ મુનિ ત્યાં આવી ચડ્યા. એટલે ‘આ પાંચાલીને પાંચ પતિ કેમ થયા ?’ એમ કૃષ્ણ પ્રમુખ રાજાઓએ તે ચારણ મુનિને પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા, ‘પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા કર્મથી આ દ્રૌપદીને પાંચ પતિ થયા છે. તેમાં શું આશ્ચર્ય છે ? કર્મની ગતિ વિષમ છે. તેનો પૂર્વભવ તમે સાંભળો, એમ કહી મુનિએ વિસ્તારથી તેનો પૂર્વભવ કહ્યો. તે આ પ્રમાણે દ્રૌપદીનો પૂર્વભવ : • અહીં ચંપાનગરીમાં સાગરદત્ત નામના શેઠની સુભદ્રા નામની સ્ત્રીના ઉદરથી સુકુમાલિકા નામે એક પુત્રી થઇ હતી. યૌવનવયમાં આવતાં જિનદત્ત શેઠનો પુત્ર શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૩૧
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy