________________
• કંડુ રાજાનો TURNING POINT:
એકવાર રાજા રાજસભામાં બેઠો હતો, ત્યારે દિવ્યશ્લોક લખેલું એક કલ્પવૃક્ષનું પાંદડું આકાશમાંથી તેની આગળ પડ્યું. રાજાએ તે પાંદડું હાથમાં લઈને તેમાં લખેલો શ્લોક વાંચ્યો.
धर्मादधिगतैश्वर्यो, धर्ममेव निहंति यः । कथं शुभायतिर्भावी, स स्वामिद्रोहपातकी ॥
અર્થ : ધર્મથી ઐશ્વર્ય મેળવી જે માણસ તે ધર્મને જ હણે છે, તે સ્વામીદ્રોહના પાપીનું ભવિષ્ય ક્યાંથી શુભ થાય ?
શ્લોક વાંચીને કાંઇક વિવેક પ્રગટ થવાથી રાજા વિચારવા લાગ્યો કે - અહાહા...! સત્તા અને સંપત્તિના મદમાં ચકચૂર બની મેં ઘણા પાપો કર્યા. આ રાજ્યનું ન્યાય-નીતિપૂર્વક પાલન ન કર્યું, તેથી તે અવશ્ય મને દુર્ગતિમાં લઈ જશે. હવે આ દુઃખથી છૂટકારો કેમ થાય ? માટે મરણ એ જ શરણ છે. • ગોત્ર દેવી દ્વારા કસોટી :
સમુદ્રમાં ઝંપલાવીને કે પર્વત ઉપરથી ઝંપાપાત કરીને દુઃખમુક્ત બનવાની ઇચ્છાથી રાજા એક રાત્રે મહેલમાંથી નીકળ્યો. રાજમાર્ગ વટાવી નગર બહાર પહોંચ્યો. ત્યાં એક મનોહર રૂપવાળી ગાય તેની સામે ધસી આવી અને પૂર્વનું કાંઈક વૈર હોય એમ ક્રોધથી રાજા ઉપર શિંગડાથી પ્રહાર કર્યો.
રાજાને મરવાની ઇચ્છા હતી, મૃત્યુ સામે આવ્યું હતું. છતાં ખગથી ગાયનો સામનો કર્યો. ખરેખર ! મરવું કોઇને ગમતું નથી. રાજાએ ખગ્નના એક ઘાથી ગાયના બે કટકા કરી નાંખ્યા. આશ્ચર્ય તો એ થયું કે, ત્યારે. ગાયના શરીરમાંથી એક દિવ્ય રૂપવાળી સ્ત્રી નીકળી. તેના હાથમાં ચમકતી ધારદાર છરી હતી. તેણે રાજાને કહ્યું,
અરે પાપી ! આ બિચારી ગાયને કેમ મારી ? તારામાં શૂરવીરતા હોય તો મારી સાથે યુદ્ધ કર.”
રાજાએ કહ્યું, ‘તું કોમળ સ્ત્રી છે. હું ક્ષત્રિય પુરુષ છું. આથી તારી સાથે યુદ્ધ કેમ થાય ?'
સ્ત્રી બોલી, “રાજન્ ! હું વાણીમાં જ શૂર નથી. માટે મારી સાથે યુદ્ધ કર.” એટલે રાજા ખગ્ન લઇને સામે થયો, પણ એક ક્ષણમાં સ્ત્રીએ તેને લોહીલુહાણ કર્યો.
સ્ત્રીથી પરાભવ પામેલો રાજા અત્યંત શોકાતુર થઇ વિચારવા લાગ્યો. જ્યાં સુધી પુન્યોદય હોય ત્યાં સુધી જ બળ, તેજ અને કીર્તિ અખંડિત રહે છે. પૂર્વે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૪