________________
નગરમાં સાગરદત્ત નામે એક મિથ્યાત્વી વણિક થયો. તે નગરમાં જિનધર્મ નામે એક ઉત્તમ શ્રાવક રહેતો હતો. તેની સાથે સાગરદત્તની અતિશય પ્રીતિ થઈ.
એક વખત તે બંને મિત્રો કોઈ મુનિને વંદન કરવા પૌષધગૃહમાં ગયા. ત્યાં મુનિના મુખેથી તેઓએ ધર્મ સાંભળ્યો. તેમાં તેમણે એવું સાંભળ્યું કે, “જે પુરુષ માટીનું, સોનાનું કે રત્નનું જિનબિંબ કરાવે તેના કુકર્મો નાશ પામે છે. તે સાંભળી સાગરદત્તે એક સુવર્ણનું જિનબિંબ કરાવ્યું અને સાધુભગવંતની પાસે પ્રતિષ્ઠા કરાવી તે પોતાના ઘરમાં સ્થાપન કર્યું. તે પૂર્વે તેણે નગરની બહાર એક મોટું શિવાલય કરાવ્યું હતું. તેમાં ઉત્તરાણના દિવસે તે દર્શન કરવા ગયો. ત્યાં તે વખતે શિવાલયના પૂજારીઓને ઘીના ઘડા ઉપરથી ખરી પડતી જીવાત, પગથી કચડી નાખતા જોઇ, સાગરદત્ત અતિ દુઃખી થયો. એટલે ધીરે રહીને ઘડા ઉપરથી જીવાત દૂર કરવા લાગ્યો. તે જોઈ એક પૂજારીએ આવીને હઠથી બધી ઉધઈઓને પગથી પીલી નાંખી અને બોલ્યો, “અરે ! સાગર ! પાખંડી શ્વેતાંબરીઓએ તને છેતર્યો લાગે છે. તેથી તું આ જંતુઓની રક્ષામાં તત્પર થયો છું.” પૂજકના આવા કૃત્યની તેના આચાર્યો પણ ઉપેક્ષા કરી. આથી સાગરદત્ત વિચારવા લાગ્યો કે, “આ નિર્દય પૂજકોને ધિક્કાર છે. આવા લોકોને ગુરૂબુદ્ધિથી કેમ પૂજાય ? કે જેઓ પોતાના યજમાનને દુર્ગતિમાં પાડે છે.” આવો વિચાર કરી મનમાં સમસમીને રહ્યો અને પછી તે પૂજકોના આગ્રહથી ત્યાં પૂજાદિ ક્રિયા કરી, અંતે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વગર જ ત્યાંથી મૃત્યુ પામી, આરંભાદિકથી તિર્યંચ ગતિ પામી તારો આ જાતિવંત અશ્વ થયો છે. તેને બોધ પમાડવા માટે જ હું અહીં આવ્યો છું. પૂર્વ જન્મમાં કરાવેલી જિનપ્રતિમાના પ્રભાવથી તેને હમણાં મારો અને ધર્મનો યોગ પ્રાપ્ત થયો છે.
આ સાંભળી, તે જાતિવંત અશ્વને જાતિસ્મરણ થયું. તેથી સંસારથી છૂટવા તેણે પ્રભુની પાસે અનશનવ્રત ગ્રહણ કર્યું. પછી સાત દિવસ અનશનમાં રહી, સમાધિ મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયો. અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણી, પૃથ્વી ઉપર આવીને સુવર્ણના કિલ્લાની મધ્યમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની એક પ્રતિમા કરાવી, તે પ્રતિમાની સામે પોતાની અશ્વમૂર્તિ કરાવી અને ત્યાં દર્શન કરનારા સુવ્રત પ્રભુના ભક્તોના મનોરથ પૂરવા લાગ્યો. ત્યારથી તે પવિત્ર તીર્થ અથાવબોધ નામે પ્રસિદ્ધ થયું અને ભરૂચ નગર પણ વિશેષ પ્રસિદ્ધ થયું.
જેમ તે અશ્વે થોડો ધર્મ કરીને ઘણું ફળ પ્રાપ્ત કર્યું તેમ કોઇપણ પુરુષ ત્યાં જેટલું ધન વાપરે છે તેનાથી અનંત ઘણું પ્રાપ્ત કરે છે. નર્મદા નદીના ભૃગુ = તટના શિખર ઉપર કચ્છ જેવું અને લીલોતરીવાળું તે નગર હોવાથી તેનું “ભૃગુકચ્છ' એવું
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૦૨