________________
| શ્રી શત્રુંજ્ય માહાભ્ય | आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वामिनं स्तुमः ॥
પ્રથમ રાજા, પ્રથમ મુનિ અને પ્રથમ તીર્થપતિ એવા શ્રી ઋષભસ્વામીની સ્તુતિ કરીને પૂજયપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી શત્રુંજય માહાભ્યમાંથી તેનો સાર ગ્રહણ કરીને અહીં સંકલિત કરાય છે.
જગતના સ્વામી, ત્રણ લોકની મર્યાદા કરનાર, અવર્ણનીય સ્વરૂપવાન, યુગની આદિ કરનાર, યોગી અને અરિહંત પ્રભુ શ્રી ઋષભદેવસ્વામીને નમસ્કાર થાઓ.
અરિહંત અને ચક્રવર્તી, સુવર્ણ જેવી કાંતિવાળા, સ્તુતિ કરાતા, કલ્યાણકારી એવા શ્રી શાંતિનાથ ભગવાન અમારા સત્કૃત્યના લાભ માટે થાઓ.
ક્રીડાપૂર્વક કૃષ્ણને હાથમાં હીંચકાવનાર, જરાસંઘના પ્રતાપને હરનાર અને કામદેવનો નાશ કરનાર શ્રી નેમિનાથ ભગવાન સર્વને પવિત્ર કરો.
જેની દષ્ટિમાંથી નીકળતી અમૃતવૃષ્ટિથી સર્પ પણ, સર્પોનો પતિ ધરણેન્દ્ર બની, ત્રિવિધ તાપથી મુક્ત થયો, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન સર્વના હર્ષ માટે થાઓ.
ઇન્દ્રનો સંશય ટાળવા જેમણે મેરૂ પર્વતને કંપાવ્યો એવા શૂરવીર, દાનવીર અને ધર્મવીર શ્રી મહાવીરસ્વામી ભગવાન સર્વનું કલ્યાણ કરનારા થાઓ.
લક્ષ્મીના નિવાસ માટે કમલરૂપ, મોક્ષલક્ષ્મીના છત્રરૂપ અને શ્રી શત્રુંજય ગિરિના મુકુટરૂપ શ્રી પુંડરીક ગણધર ભગવંતને હું નમસ્કાર કરું છું.
શ્રી આદિનાથ ભગવાન વગેરે તીર્થકરો, શ્રી પુંડરીકસ્વામી આદિ મહામુનિઓ અને શ્રી શાસનદેવીનું ધ્યાન કરીને, “શત્રુંજય માહાભ્યનો સંક્ષિપ્ત સાર કરવા હું ઉદ્યમ કરું છું.
પૂર્વે યુગાદિ પ્રભુ શ્રી ઋષભદેવસ્વામીના શ્રી પુંડરીક ગણધરે, વિશ્વના ભવ્યજીવોના હિત માટે, દેવતાઓથી પૂજાયેલું, સર્વ તત્ત્વવાળું અને અનેક આશ્ચર્યયુક્ત “શ્રી શત્રુંજય માહાભ્ય” સવા લાખ શ્લોક પ્રમાણ કર્યું હતું.
ત્યાર બાદ ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી શ્રી સુધર્માસ્વામી ગણધરે, મનુષ્યોને અલ્પ આયુષ્યવાળા જાણીને તેમાંથી સંક્ષેપ કરી, ચોવીશ હજાર શ્લોક પ્રમાણ કર્યું.
ત્યારબાદ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરનાર સૌરાષ્ટ્રના અધિપતિ શિલાદિત્ય રાજાના આગ્રહથી, બૌદ્ધોના મદને સાદ્વાદથી ગાળનાર, સર્વાગ યોગનિપુણ,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧