________________
હે રાજા ! શત્રુંજય અને ઉજ્જયંત (ગિરનાર) ગિરિ પર રહેલા પ્રભુને નમસ્કાર કરીને હું અહીં જિનેશ્વરને નમવા માટે આવેલો છું.'
તે વિદ્યાધરનાં વચનથી રાજાને વિચાર આવ્યો કે, ‘મારા જન્મને ધિક્કાર છે કે હું રૈવતગિર પર જઇને પ્રભુને નમતો નથી.' આમ વિચારી રાજા પોતાના અનુજબંધુ જયસેનને રાજ્ય આપી તત્કાળ અલ્પ પરિવાર અને સમૃદ્ધિ સાથે લઇ રૈવતગિરિ તરફ ચાલ્યો. પ્રથમ શત્રુંજયગિરિ પર જઇ ત્યાં શ્રી આદિનાથ પ્રભુને નમી, પૂજી અને અઠ્ઠાઇ ઉત્સવ કરી ત્યાંથી તે રૈવતગિરિ પર ગયો. ત્યાં કપૂર, કેસ૨, ઉત્તમ ચંદન અને નંદનવનમાં થયેલા વિવિધ પુષ્પોથી તેણે શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરી. સર્વ યાચકોને દાન આપતાં તથા શીલ, તપ અને ભાવનારૂપ ધર્મમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરતાં ત્યાં રહીને ભીમસેને ચાર વર્ષ નિર્ગમન કર્યા. પછી પ્રમાદરહિત એવા તેણે જ્ઞાનચંદ્ર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. એ ભીમસેન મહામુનિ અહીં મહાન તપશ્ચર્યા કરે છે. જેણે પૂર્વે મહાપાપ કર્યા છે એવા આ રાજર્ષિમુનિ આ ગિરનાર ઉપર જ રહીને આજથી આઠમે દિવસે કેવલી થઇ મુક્તિપદને પામશે.
હે દેવો ! અમે અર્બુદાચળ (આબુ) ગયા હતા. ત્યાં જ્ઞાનચંદ્ર મુનિશ્વરના મુખથી આ પર્વતરાજનું અમે માહાત્મ્ય સાંભળ્યું હતું. આ પ્રમાણે માહેન્દ્ર ઇન્દ્રના મુખથી સાંભળીને સર્વ દેવો વિધિથી જિનપૂજાદિ કરી પોતપોતાનાં સ્થાનકે ગયા. આ કથા કહીને શ્રી વીરપ્રભુ ઇન્દ્રને કહે છે કે, ‘હે ઇન્દ્ર ! આ રીતે ઘણા મુનિવરો આ તીર્થ ઉપર પોતાના પાપકર્મને ખપાવી મુક્તિપદ પામ્યા છે. આ તીર્થ ભવિષ્યમાં થનારા શ્રી નેમિનાથ પ્રભુના આશ્રયભૂત થવાનું છે, એમ જાણીને ભરત રાજાએ આ અવસર્પિણી કાળમાં પ્રકાશિત કરેલું છે. રૈવતગિરિના મંડનરૂપ આ શ્રી નેમિનાથ પ્રભુ હિરવંશમાં થયેલા છે. તેથી પ્રથમ તે વંશનું સંક્ષેપમાં હું વર્ણન કરું છું. તે તું સાંભળ ! હરિવંશની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર :
આ ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં સુમુખ નામે રાજા હતો. એક વખતે દેવવૃક્ષ (કલ્પવૃક્ષ)ની જેમ ફલ, પલ્લવ અને પુષ્પોનો વિકાસ કરતી વસંતઋતુ વનમાં પ્રવર્તી. એ ઋતુમાં ૨મણીઓની સાથે ક્રીડા કરવા માટે સુમુખ રાજા ઉદ્યાનમાં જતો હતો તેવામાં માર્ગમાં એક સુકુમાળ બાળા તેના જોવામાં આવી. તે સુંદરીને જોઇ મન્મથના બાણોથી રાજા શિથિલ થઇ ગયો અને એક ડગલું પણ ભરી શક્યો નહીં. એટલે તેનો ભાવ જાણવા ઇચ્છતો હોય તેમ મંત્રી બોલ્યો, ‘સ્વામી આપણું તમામ લશ્કર આગળ ચાલ્યું ગયું છે. તો હવે કેમ વિલંબ કરો છો ? તમારી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૭