________________
મનુષ્યભવને અને દૈવને ધિક્કાર છે.' આવી રીતે વિલાપ કરતો ભીમસેન ફરીવાર મૂર્છા પામીને પડી ગયો. તેના કોલાહલના અવાજથી નાવિક પુરુષો ત્યાં એકઠા થયા અને પવન નાખી ક્ષણવારમાં તેની મૂર્છાને દૂર કરી. જ્યારે ચૈતન્ય આવ્યું ત્યારે તેણે નાવિકોને ઉંચે સ્વરે કહ્યું કે, ‘મારું રત્ન સમુદ્રમાં પડી ગયું છે. માટે નાવ ઊભું રાખો અને તેની શોધ કરો.' તે સાંભળી પેલા વિદેશી મિત્રે તેને સમજાવીને કહ્યું, ‘મિત્ર ! આ તને શું થયું છે ? ક્યાં રત્ન ક્યાં જળ ? અને ક્યાં વહાણ ? કેમકે તારું રત્ન પડી ગયા પછી તો આપણે ઘણો પંથ કાપ્યો છે. માટે હે બંધુ ! શોક છોડી દે, ધીરજ ધર. અદ્યાપિ ભૂમિ પર રૈવતાચલગિરિ વિદ્યમાન છે. તો શા માટે વિલાપ કરે છે?
મિત્રના આવા વચનથી ધૈર્ય ધરી સમુદ્રનું ઉલ્લંઘન કરી ભીમસેન અનુક્રમે પૃથ્વીપુરમાં આવ્યો. ત્યાંથી પાથેય લઇ બંને મિત્રો રૈવતગિરિના માર્ગે ચાલ્યા. દુર્ભાગ્યના યોગથી માર્ગમાં ચોરોએ પાથેય લઇ સર્વ લૂંટી લીધું. પાથેય અને વસ્ત્ર વગરના, નિરાહારી અને કૃશ શરીરવાળા તેઓ માર્ગમાં એક મુનિને જોઇને ઘણા ખુશ થયા. તે મુનિને ભક્તિથી નમસ્કાર કરી હૃદયમાં હર્ષ પામી તે દુઃખી મિત્રોએ સ્વસ્થપણે પોતાનો સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. પછી કહ્યું, ‘હે મુનિ ! અમે દારિદ્રય અને દુર્ભાગ્યથી પીડિત છીએ. તેથી હવે આ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને મરણ પામવાના અભિલાષી છીએ.
આવા તેમના સખેદ વચનો સાંભળી અતિદયાળુ મુનિએ તેઓને બોધ આપતા કહ્યું, ‘તમોએ પૂર્વજન્મમાં ધર્મ કર્યો નથી, તેથી તમને આ નિર્ધણપણું પ્રાપ્ત થયું છે. પ્રાણીઓને સારાકુળમાં જન્મ, નિરોગીપણું, સૌભાગ્ય, અદ્ભુત સુખ, લક્ષ્મી, આયુષ્ય, વિદ્યા, મનોહર પત્ની, અશ્વ, હાથી, ચક્રવર્તીપણું અને ઇન્દ્રનો વૈભવ એ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે તમે ગિરિ ઉપરથી પડીને પ્રાણત્યાગ ન કરતાં, સર્વ મનોરથને આપનાર આ રૈવતિગિર પર જાઓ.
હે ભીમસેન ! તેં પૂર્વજન્મમાં અનીતિ વડે એક મુનિને અઢાર ઘડી સુધી પીડ્યા હતા, તેનું આ ફળ છે. પ્રાજ્ઞપુરુષોએ બાહ્ય અત્યંતર બંને પ્રકારે મુનિની આરાધના કરવી, વિરાધના કરવી નહીં. મુનિની વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે અને સેવા કરવાથી કષ્ટ નાશ પામે છે. હે ભદ્ર ! હવેથી તારું કલ્યાણ થશે. તેમાં કાંઇપણ સંશય રાખીશ નહીં, કેમકે હવે અશુભ કાલ વીતી ગયો છે, આ આખી ભૂમિ તારા વડે જિનમંદિરોથી મંડિત થશે.
મુનિના આવા ઉપદેશથી ભીમસેન પેલા પરદેશી મિત્રની સાથે તે મુનિને નમી શુભ ચિંતન કરતો રૈવતાચલ તરફ ચાલ્યો. અનુક્રમે રૈવતગિર પર આવી ઘોર તપ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૫