________________
પમાડવા માટે જ બાળકને ઉચિત રમત કરતા હતા. યોગ્ય સમયે સગરકુમાર પણ માતા-પિતાની પ્રસન્નતા માટે ગુરુ પાસેથી સર્વકળાઓ શીખ્યા. અનુક્રમે બાળપણ વિતાવી સુવર્ણ જેવી કાંતિવાળા તે બંને કુમારો યૌવનવય પામ્યા. ત્યારબાદ પોતાના ભોગ ફળને જાણતા પ્રભુ માતા-પિતાને હર્ષ આપવા માટે રાજકન્યાઓ પરણ્યા. પ્રભુએ અઢાર લાખ પૂર્વ વર્ષ કુમારપણામાં પસાર કર્યા. પછી પુત્રવત્સલ જિતશત્રુ રાજાએ તેઓ ઇચ્છતા નહોતા તો પણ રાજ્ય પર બેસાર્યા અને સુમિત્ર યુવરાજે પણ જિતશત્રુ રાજાની આજ્ઞાથી પોતાના પુત્ર સગરને પોતાની પદવી ઉપર નીમ્યા. પછી જિતશત્રુએ અને સુમિત્રે તેમજ બીજા અનેક રાજાઓએ ધર્મઘોષ ગુરુની પાસે દીક્ષા લીધી.
સુરાસુરોથી સેવિત અજિતરાજા જગતનું પાલન કરતાં રાજય કરવા લાગ્યા. યુવરાજ સગરકુમાર ઘણા દેશોને સાધી થોડા વખતમાં વિજય મેળવી આવ્યા. પ્રભુ રાજય કરતા હતા, ત્યારે સર્વ દેશોમાં સાત પ્રકારની ઇતિ અને કોઇપણ ભય ન રહ્યો. લોકો હંમેશાં સુખેથી રહેતા હતા. આ પ્રમાણે પ્રભુએ ત્રેપન લાખ પૂર્વ વર્ષ સુધી વ્રતની ઇચ્છાએ પોતાનું ભોગકર્મ ખપાવતાં રાજય કર્યું. • ઉધાનમાં પરમાત્માની વિચારણા અને લોકાંતિક દેવોની પ્રાર્થના :
એક વખત વસંતઋતુ આવી એટલે વિરાગી પ્રભુ પણ લોકોના આગ્રહથી અંતઃપુરની સ્ત્રીઓ સાથે ઉદ્યાનભૂમિમાં ગયા. ત્યાં કામીજનો વિવિધ પ્રકારે કામરસમાં વ્યગ્ર થયા હતા તે સમયે પ્રભુને મનમાં થયું કે અહીં આ ક્રિીડા છે. તેવી બીજે કોઈ ઠેકાણે છે કે નહીં ? એમ વિચાર કરતાં અવધિજ્ઞાનથી અનુત્તર દેવના સુખનું સ્મરણ થયું અને ચિંતવવા લાગ્યા કે, અહો ! તે લોકોત્તર સુખ ભોગવ્યા છતાં પણ મારું મન હજુ આવા તુચ્છ સુખમાં રમવા ઇચ્છે છે ! માટે આ કામચેષ્ટાને ધિક્કાર છે ! અજ્ઞાની જીવો અનંતભવમાં ઘણીવાર સુખોને ભોગવ્યા છતાં પણ પાછાં ભવોભવમાં તે સુખો નવીન મળતા હોય તેમ ઇચ્છે છે ! પૂર્વે અનંત સુખ ભોગવ્યા છતાં પ્રાણી જરાપણ તૃપ્ત થતો નથી અને એક લવ માત્ર દુઃખ આવી પડે છે, તેમાં તુરત ઉદ્વેગ પામી જાય છે. પુણ્ય કરવાથી પ્રાણીને અનેક સુખ પ્રાપ્ત થાય છે, છતાં તે પુણ્યમાં પ્રાણીને આદર થતો નથી અને પ્રમાદથી દુઃખ થાય છે, છતાં પ્રમાદમાં જ તે આદરવાળો થાય છે. મૂર્ખ જીવ સંસારમાં કરે છે બીજું અને તેનાથી જુદા ફળની ઇચ્છા કરે છે. પરંતુ બીજ લીમડાનું વાવ્યું હોય તો તેમાંથી શું કલ્પવૃક્ષનો અંકુર ઉત્પન્ન થાય ? ભવોભવમાં પુત્ર, મિત્ર અને સ્ત્રી વગેરે પાશથી બંધાયેલો પ્રાણી પક્ષીની જેમ સ્વેચ્છાથી ધર્મમાં રમી શકતો નથી. જેઓ વિષયસંબંધી તુચ્છ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૨