________________
ભરત મહારાજાને આરિસાભવનમાં પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ
એક વખતે સ્નાનથી સ્વચ્છ થઇ ભરત ચક્રવર્તી આનંદપૂર્વક સર્વ અંગોમાં આભૂષણો પહેરી આરિસાભવનમાં આવ્યા. તે અવસરે પોતાના શરીર પ્રમાણ રત્નમય આરિસામાં ભરતેશ્વરે પોતાનું રૂપ જોયું. ઉત્સાહવાળા તેઓ પોતાના પ્રત્યેક અંગને જોતા મુદ્રિકા૨હિત પોતાની આંગળીને શોભા વગરની જોઇને મનમાં વિચારવા લાગ્યા.
‘મારી આંગળીની શોભા મુદ્રિકાથી જ છે ? તો પછી મસ્તક આદિ શરીરના અંગોની જે શોભા છે, તે પણ કૃત્રિમ છે ! આ વિચારપૂર્વક પ્રશાંત હૃદયવાળા, વૈરાગ્યવાસિત ભરતેશ્વરે પોતાના માથા પરથી મુકુટ દૂર કર્યો, કાન પરથી કુંડલો કાઢ્યા, કંઠ પરથી કંઠાભરણ, છાતી પરથી હાર, બે ભુજાઓ પરથી કડાઓ, હાથ પરથી વીરવલયો, આંગળીઓ પરથી મુદ્રિકાઓ દૂર કરી. સર્વથા અલંકાર રહિત પોતાના શરીરને જોઇને ભરત ચક્રવર્તી વિચારવા લાગ્યા.
અહો ! આ શરીર પર સંસારી લોકોને કેવો દુસ્યય મોહ છે ? સંસારીજનો આ શરીરને ચંદનના લેપ કરે છતાં પણ તે પોતાની મલિનતાને મૂકતું નથી. જે શરીરના મોહથી લોકો પાપકર્મને આચરે છે, તે દેહ ચંચલ છે. આ શરીરની ખાતર સાઠ હજાર વર્ષો સુધી પૃથ્વી પર ભમી-ભમીને મેં મારું જીવન નિરર્થક વીતાવ્યું અને કરવા યોગ્ય મેં કાંઇ ન કર્યું. ખરેખર મારા તે અકૃત્યને ધિક્કાર હો ! વી૨ એવા બાહુબલિને તેમ જ અન્ય પણ મારા બાંધવોને ધન્ય હો ! જેઓએ અસાર એવા
આ સંસારને ત્યજીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. જ્યાં વિશાળ રાજ્ય પણ વિનશ્વર છે, યૌવન ચંચલ છે, લક્ષ્મી પણ અસ્થિર છે, એવા આ સંસારમાં કઇ વસ્તુ સ્થિર હોઇ શકે ? માતા, પિતા, સ્ત્રી, પરિવાર, બંધુજનો તથા પુત્રો તેમજ સંપત્તિ આદિ કાંઇપણ ભવરૂપી કૂવામાં ડૂબતા આત્માનો ઉદ્ધાર કરવામાં સમર્થ નથી. હે જગત્ઝાતા પિતાશ્રી ઋષભદેવ સ્વામી ! બાહુબલિ આદિ પુત્રોનું જેમ આપે રક્ષણ કર્યું, તેમ મને પણ આપ તારો ! હું કોઇનો નથી. આ સંપત્તિ, શરીર, ઘર, અંતઃપુર વગેરે કાંઇપણ મારું નથી. હું સમતારૂપ આનંદસ્વરૂપ છું.
આ પ્રમાણે વૈરાગ્યપૂર્વક શુભ ભાવનામાં રહેલા ભરત ચક્રવર્તી જ્ઞાનાનંદ તત્ત્વમાં લીન બની ગયા. ખરેખર શુભ ભાવનાનો પ્રભાવ અચિંત્ય છે. આવા ઉપશમના ક્રમથી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઇને કર્મો ખપાવી ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે સમયે ઇન્દ્રના આદેશથી દેવતાએ આપેલા વ્રતના ચિહ્નરૂપ વેશ તેઓએ ગ્રહણ કર્યો અને સર્વવરિત દંડક - ‘કરેમિભંતે’ સૂત્રનો ઉચ્ચાર કર્યો. ભરત મહારાજાની પાછળ દશ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૨૨