________________
મરૂદેવા માતા...! આપને હું અનેકવાર નમસ્કાર કરું છું. જગતમાં આપના જેવી કોઈ બીજી પરમયોગપરાયણ નારી નથી, કે જેણે ગજેન્દ્ર પર બેસીને પોતાના અંતઃશત્રુઓને હણ્યા અને બહુ વાત્સલ્યભાવને લીધે પોતાના પુત્રનું સુખ જોવા અગ્રેસર થઈ મોક્ષમાં પધાર્યા, એવા જગદીશજનની હે મરૂદેવામાતા ! આપને હું પ્રણામ કરું છું, આપ મને નિત્ય મંગલરૂપ હો.'
આ પ્રમાણે સ્તુતિ કરી, બ્રાહ્મીના ચૈત્યમાં આવ્યા. ત્યાં પૂજા કરીને સ્તુતિ કરી, જે સ્થિર સ્વભાવી, ભવભયને હણનારા, સુર-નરસમૂહથી પૂજિત છે. જેનું રૂપ મંત્રસ્વરૂપી છે, તેવા વિશ્વમાતા જગદીશપુત્રી શ્રી બ્રાહ્મીને હું નમસ્કાર કરું છું. પરમ સમાધિપરાયણ યોગીઓ જેને હૃદયકમલમાં રાખી નિરંતર સ્મરણ કરવા દ્વારા અજ્ઞાનને દૂર કરી તત્ત્વને જાણે છે, તે ઉજ્જવલ શીલધારી ભારતીને હું નમસ્કાર કરું છું. આપ મારા વિનોની શાંતિ માટે થાઓ.’
આ પ્રમાણે સ્તુતિપૂર્વક પ્રણામ કરી, સુંદરીના ચૈત્યમાં આવ્યા. ત્યાં સુંદરીની પ્રતિમાની પૂજા કરીને સ્તુતિ કરી, “હે સુંદરી ! તમે પૃથ્વીના આભૂષણરૂપ છો. નીચવંશમાં ઉત્પન્ન થયેલો પુરુષ પણ તમારા લેશમાત્ર આશ્રયથી કુલીન, બુદ્ધ અને વૃદ્ધજનને સેવવા યોગ્ય થઈ જાય છે. હે દેવી ! તમારી કૃપાથી આ જગત સર્વ મનોરથ પૂરનાર અને સર્વ જનને સેવ્ય થાય છે. જગતને હિતકારી અને આદિનાથ પ્રભુના સાગરમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મીરૂપ હે દેવી સુંદરી ! તમે જ બુદ્ધિરૂપ, ધૃતિરૂપ અને મતિરૂપ છો. તેથી તમારી અમે સ્તુતિ કરીએ છીએ.”
આ પ્રમાણે સ્તુતિ કરી, ફરી જિનેશ્વરદેવની પૂજામાં તત્પર થયા. ત્યારબાદ બધા પ્રાસાદો ઉપર ગણધરદેવોએ પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણ, રૂપ્ય અને વસ્ત્રમય ધજાઓ ચડાવી. પછી ગુરુમહારાજને પ્રદક્ષિણા દઈ તેઓનાં ચરણની પણ પૂજા કરી. ત્યારે શ્રીનાભગણધર હર્ષપૂર્વક બોલ્યા, “હે રાજા ! સૂરિમંત્રથી પ્રતિષ્ઠિત, દષ્ટિદોષને દૂર કરનારું અને ગુરુના કરકમલથી થયેલું આ તિલક તને મંગલ આપો.' આ પ્રમાણે કહી ભરતના લલાટ ઉપર ચંદનનું તિલક કર્યું. પછી ભરતેશ્વરે “ફચ્છામિ ક્ષમાશ્રમUT વંડિતું' એમ કહી પંચાંગ પ્રણામ કર્યા અને વાણીરૂપ સુધાનું પાન કરવા ભરત રાજા તેઓની આગળ પ્રસન્નતાપૂર્વક બેઠા. એટલે શ્રીનાભગણધરે દેશના શરૂ કરી.
શ્રીનાથગણધરની દેશના : જિનપૂજા અને સાત ક્ષેત્રનું માહાભ્ય વર્ણન જેઓ આ લોકમાં શ્રી જિનેશ્વર ભગવંતને પૂજે છે, તે મનુષ્યો જ ધન્ય છે,
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૦૧