________________
४३२
श्रीमहावीरचरित्रम् ____ अन्नया राइणो समीवे निसन्नंमि नरविक्कमे, जहोचियठाणनिविटुंमि सेवगजणे मयभरसंभरियसच्छंदजमुणावणविहारो, तडयडारावतोडियनिविडघडणुत्तरतारसयप्पमाणलोहनिगडो, सयखंडचुन्नियमहालाणखंभो, निद्दयकरप्पहाराहयारोहगवग्गो पहाविओ नयरमज्झेण जयकुंजरो उम्मूलियगरुयद्दुममोडियगुरुविडवकडयडरउद्दो, कुंभत्थलपणोल्लणपाडियसुरभवणसिहरग्गो, अइकढिणकरप्फालणविहाडिउद्दामतुंगपागारो, अइवेगुच्चालियकन्नतालविद्दवियभसलउलो, अइरभसभरपहावणसपक्खकुलसेलचल्लिकयसंको, दढदंतदंडताडणढलढलियट्टालयसमूहो, करघाय-दंतवेहण-चरणुप्पीडणनिवाडियजणोहो सव्वत्थ भमइ भीमो जमोव्व जुगविगमसमयंमि । अह मंदरमहिज्जमाणमहोयहिघोसघोरे समुच्छलिए तिय-चउक्क-चच्चरेसु जणाणं अक्कंदियरवे पुच्छियं नरवइणा-'भो भो किमेवं
___ अन्यदा राज्ञः समीपे निषण्णे नरविक्रमे, यथोचितस्थाननिविष्टे सेवकजने मदभरसंस्मृतस्वच्छन्दयमुनावनविहारः, तडतडाऽऽरावत्रोटितनिबिडघटनोत्तरतारशतप्रमाणलोहनिगडः, शतखण्डचूर्णितमहाऽऽलानस्तम्भः, निर्दयकरप्रहाराऽऽहताऽऽरोहकवर्गः प्रधावितः नगरमध्येन जयकुञ्जरः उन्मूलितगुरुद्रुममोटितगुरुविटप'कडकड'रौद्रः, कुम्भस्थलप्रणोदनपातितसुरभवनशिखराग्रः, अतिकठिनकरस्फालनविघाटितोद्दामतुङ्गप्राकारः, अतिवेगोच्चालितकर्णतालविद्रवितभसलकुलः, अतिरभसभरप्रधावनस्वपक्षकुलशैलचलीकृतशङ्कः, दृढदन्तदण्डताडन(सु)पातिताऽट्टालकसमूहः, करघातदन्तवेधनचरणोत्पीडननिपातितजनौघः, सर्वत्र भ्रमति भीमः यमः इव युगविगमसमये। अथ मन्दरमथ्यमानमहोदधिघोषघोरे समुच्छलिते त्रिक-चतुष्क-चत्वरेषु जनानां आक्रन्दितरवे पृष्टं नरपतिना ‘भोः भोः किमेवं नगरे
એવામાં એકદા નરવિક્રમ, રાજાની પાસે બેઠો હતો અને સેવક જનો યથોચિત સ્થાને બેઠા હતા, તેવામાં પ્રલયકાળના યમ સમાન ભયંકર જયકુંજર નગરના મધ્યભાગમાં સર્વત્ર દોડતો ભમી રહ્યો હતો, કે જે મદભરથી સ્વછંદ યમુનાના વનવિહારને યાદ કરાવતો, મજબૂત રીતે બનાવેલ સો ભાર (= વજનસૂચક શબ્દ છે.) લોહની સાંકળને જેણે તડતડાટથી તોડી નાખેલ છે, મોટા આલાન-સ્તંભના જેણે સો ખંડ કર્યા છે, મહાવતોને પોતાના કઠિન કર-પ્રહારથી જેણે પ્રતિઘાત પમાડેલ છે, મોટા વૃક્ષોને જેણે મૂળથી ઉખેડી નાખેલ છે તથા બીજાં કેટલાક ભાંગી-તોડતાં કડકડાટ અવાજથી તે ભારે રૌદ્ર ભાસતો, કુંભસ્થળના ઘસારાથી જેણે દેવાલયોનાં શિખરો પાડી નાખ્યાં છે, અતિ કઠિન કર-સુંઢના આસ્ફાલનથી જેણે મજબૂત અને ઉન્નત કિલ્લો જર્જરિત કરેલ છે, અતિવેગથી કર્ણતાલ ચલાવતાં ભમરાઓને જેણે સતાવેલ છે, અત્યંત ઉતાવળે દોડતાં પોતાના સપક્ષ કુલપર્વતના ગમનની જેણે શંકા ઉપજાવેલ છે, દઢ દંતદંડના તાડનથી અટારીઓ જેણે તોડી પાડેલ છે તેમજ કરઘાત, દંતવેધ તથા ચરણના દબાણથી જેણે લોકોને પાડી નાખ્યા છે અને યુગન્તસમયે યમની જેમ તે ભટકે છે. આ વખતે મંદરાચલથી મંથન કરાતા મહોદધિના ઘોર ઘોષ સમાન લોકોનો આકંદ ત્રિમાર્ગ, ચોવાટા અને ચોરાઓમાં પ્રસરતાં રાજાએ