________________
८४
श्रीमहावीरचरित्रम् तत्थेवुस्सग्गठिओ कह लहुभाईण वंदणं काहं? | बंभीसुंदरिपेसण ओयरणं कुणसु हत्थीओ ।।७४ ।।
वुत्ते चिंता नाणं जिणस्स पासंमि गमणमह तस्स |
भरहोऽवि हयविपक्खं भुंजइ रज्जं सनगरीए ।।७५ ।। इओ य-तस्स मिरियस्स दसविहचक्कवालसामायारीनिरयस्स, सिद्धन्तपसिद्धसंजमकरणपरायणस्स संसारा-सारयं परिभावितस्स, अट्ठारसविहं बंभचेरमणुपालेंतस्स वोलीणाइं बहूइं वरिसाइं । एगया य गिम्हमासे विप्फुरंतेसु जलणजालाकरालेसु रविकरेसु, धम्ममाणलोहागरनिज्जा(ज्झा)मयसरिसेसु वायंतेसु खरसमीरणेसु, विरहिणीजणहिययव्व तत्तंमि महियलंमि, अण्हाणवसविसप्पमाणबहलमलाविलसरीरत्तणेण, पवहंतसेयसलि
तत्रैव उत्सर्गस्थितः कथं लघुभातॄन् वन्दनं करिष्ये? | ब्राह्मीसुन्दरीप्रेषणं अवतरणं कुरु हस्तिनः ।।७४ ।।
उक्ते चिन्ता, ज्ञानं, जिनस्य पार्श्वे गमनं अथ तस्य ।
भरतोऽपि हतविपक्षः भुनक्ति राज्यं स्वनगर्याम् ।।७५।। इतश्च तस्य मरीचेः दशविधचक्रवालसामाचारीनिरतस्य, सिद्धान्तप्रसिद्धसंयमकरणपरायणस्य, संसाराऽसारतां परिभावयतः, अष्टादशविधं ब्रह्मचर्यं अनुपालयतः अतिक्रान्तानि बहूनि वर्षाणि | एकदा च ग्रीष्ममासे विस्फुरत्सु ज्वलनज्वालाकरालेषु रविकरेषु, धम्यमानलोहाऽऽकरनिर्धमितसदृशेषु वात्सु खरसमीरणेषु, विरहिणीजनहृदयमिव तप्ते महीतले, अस्नानवशविसर्पबहुमलाऽऽविलशरीरत्वेन, प्रवहत्स्वेदसलिलसमूहा
વંદન કેમ કરૂ?” એમ ધારીને બાહુબલીમુનિ ત્યાંજ કાયોત્સર્ગે રહ્યા. એટલે તેમને પ્રતિબોધ પમાડવા પ્રભુએ બ્રાહ્મી અને સુંદરીને મોકલી. તેમણે હાથીના ઉદાહરણથી સમજાવ્યું. (૭૪)
એટલે બાહુબલીમુનિ તેના પર વિચાર કરે છે. પછી ત્યાંથી જિન પ્રત્યે ચાલતાંજ કેવલજ્ઞાન પામ્યા. ભરત મહારાજા પણ સમસ્ત શત્રુઓને જીતીને પોતાની રાજધાનીમાં રાજ્ય કરવા લાગ્યા. (૭૫)
અહીં દશ પ્રકારની આવશ્યક સામાચારી પાળતાં, સિદ્ધાંતમાં બતાવેલ સંયમ-કરણમાં પરાયણ, સંસારની અસારતાને ભાવતાં, અઢાર પ્રકારના બ્રહ્મચર્યને આચરતાં તે મરીચિ મુનિએ ઘણાં વરસો વ્યતીત કર્યા. એવામાં એકદા ઉનાળામાં અગ્નિની વાળા સમાન વિકરાળ સૂર્યના કિરણો તપતાં, લુહારની ધમતી ધમણ સમાન ભારે ગરમ પવન વાતો, વિરહિણી મહિલાના હૃદય તુલ્ય મહીતલ તપતાં, સ્નાન ન કરવાના યોગે પ્રસરતા બહુ મેલથી વ્યાપ્ત શરીર હોવાથી, આખા શરીરે વહેતા પસીનારૂપી પાણીના સમૂહથી વ્યાકુળતા થતાં અને અત્યંત ખેદ