________________
४८
पडिया य कणयधारा तियसेहिं समाहयाइं तूराइं । मिलिओ य पउरलोओ तेणवि कहिओ सवुत्तंतो ||३१||
श्रीमहावीरचरित्रम्
भयवंपि पारणयं काऊण बहलीय - डंबइल्लसुवण्णभूमिपग्गहेसु देसेसु विहरमाणो, तव्वासिमणुयाणं मोणमल्लिणोऽवि समाहप्पेण भद्दगभावं जणंतो विविहतवचरणपरायणो असंकिलिट्ठयाए तक्कालियलोयस्स, अतहाविहवेयणीयकम्मओ य निरुवसग्गं संजममणुपालितो समइक्कंते एगंमि वाससहस्से, विणीयनयरीपच्चासण्णंमि पुरिमतालंमि नयरंमि संपत्तो। तस्स उत्तरपुरत्थिमे दिसीभाए सगडमुहं नाम उज्जाणं । तंमि नग्गोहपायवस्स हेट्ठा संठियस्स अट्ठमेणं भत्तेणं पुव्वण्हदेसकाले फग्गुणबहुलेक्कारसीए उत्तरासाढानक्खत्ते भगवओ तिहुयणेक्कबंधवस्स झाणंतरियाए वट्टमाणस्स दिव्वं अणंतं लोयालोयगयभावाभावसहाववत्थुसत्थपरमत्थनिब्भासणसमत्थं केवलनाणं समुप्पण्णं ।।
पतिता च कनकधारा, त्रिदशैः समाऽऽहतानि तूराणि ।
मिलितश्च पौरलोकः तेनाऽपि कथितः स्ववृत्तान्तः ||३१||
भगवान् अपि पारणकं कृत्वा बहली- डम्बइल्ल सुवर्णभूमि प्रग्रहेषु (? प्रमुखेषु) देशेषु विहरमाणः, तद्वासिमनुजेषु मौनम् आलीनः अपि स्वमाहात्म्येन भद्रकभावं जनयन्, विविधतपोचरणपरायणः, असक्लिष्टतया तत्कालिकलोकस्य, अतथाविधवेदनीयकर्मतः च निरूपसर्गं संयमम् अनुपालयन् समतिक्रान्ते एके वर्षसहस्रे, विनीतानगरीप्रत्यासन्ने पुरिमताले नगरे सम्प्राप्तः । तस्य उत्तर-पूर्वदिग्भागे शकटमुखं नाम उद्यानम् । तस्मिन् न्यग्रोधपादपस्य अधः संस्थितस्य अष्टमेन भक्तेन पूर्वाह्णदेशकाले फाल्गुन-बहुल-एकादश्यां उत्तराऽषाढानक्षत्रे भगवतः त्रिभुवनैकबान्धवस्य ध्यानान्तरिकायां वर्तमानस्य दिव्यमनन्तं लोकालोकगतभावाभाव-स्वभाव-वस्तुसार्थपरमार्थनिर्भाषणसमर्थं केवलज्ञानं समुत्पन्नम्।
એટલે તે જ વખતે સુવર્ણની વૃષ્ટિ થઈ અને દેવતાઓએ વાજીંત્રો વગાડ્યાં, જેથી નગરજનો એકઠા થયા અને કુમારે પોતાનો બધો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. (૩૧)
ભગવાન્ પણ પારણું કરી બહલી, ડંબઈલ્લ, સુવર્ણભૂમિ વિગેરે દેશોમાં વિચરતાં પોતે મૌનધારી છતાં પોતાના માહાત્મ્યથી ત્યાં વસતા જનોને ભદ્રકભાવ પમાડતા, વિવિધ તપ-ચરણમાં પરાયણ, તે કાલના લોકોના નિર્દોષપણાથી અને તથાવિધ વેદનીયકર્મના અભાવે ઉપસર્ગ રહિત સંયમ પાળતા ભગવંતને એકહજાર વરસ વ્યતીત થતા. એકદા પ્રભુ વિનીતાનગરીની પાસે પુરિમતાલ નગરમાં આવ્યા. તેની ઇશાનખુણે શકટમુખ નામના ઉદ્યાનમાં વડ વૃક્ષ નીચે રહેતાં, અઠ્ઠમ તપ કરતાં, દિવસના પૂર્વભાગે ફાગણ માસની કૃષ્ણ અગિયારસના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ત્રણ લોકના એક માત્ર બંધુ એવા ભગવાનને ધ્યાનાન્તરિકામાં હોતે છતે દિવ્ય, અનંત, લોકાલોકના ભાવાભાવ, સ્વભાવ, સમસ્ત વસ્તુઓના ૫૨માર્થને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.