________________
श्रीमहावीरचरित्रम्
नीसेसमंडलाहिवसहस्साणुगम्ममाणमग्गो, पेच्छंतो अपुव्वापुव्वनयराइं, ठाविंतो अंग-वंगकलिंगाइसु अन्नन्ननरिंदे पत्तो मगहाविसए । तहिं च दिट्ठा कोडिपुरिसवोज्झा महासिला । सा य भुयबलावलेवओ लीलाए वामभुयदंडेण उक्खिविऊण छत्तगं व धरिया सीसोवरिं । अतुलियबलावलोयणहरिसुप्फुल्ललोयणेहि य कओ नरवईहिं जयजयारवो, पढियं च मागहगणेहिं, कहं ?
२७६
देव! मणालागारो तुज्झ करो कलियरुंदकोडिसिलो । सिरिधरियधरणिवट्ठस्स वहइ सेसस्स समसीसि ।।१।।
तु एवंविहलीलाइएण चित्तं न कंपए कस्स ।
जइ सव्वहावि पत्थरविणिम्मिओ होज्ज सो न जणो ? ।।२।।
अङ्ग-बङ्ग-कलिङ्गादिषु अन्याऽन्यनरेन्द्रान् प्राप्तः मगधविषये । तत्र च दृष्टा कोटिपुरुषवोढव्या महाशिला। सा च भुजबलाऽवलेपतः लीलया वामभुजदण्डेन उत्क्षिप्य छत्रम् इव धृता शीर्षोपरि। अतुलितबलाऽवलोकनहर्षोत्फुल्ललोचनैः च कृतः नरपतिभिः जयजयाऽऽरवः, पठितं च मागधगणैः,
कथम्? -
देव! मृणालाऽऽकारः तव करः कलितविस्तीर्णकोटिशिलः । शिरःधृतधरणिपृष्ठस्य वहति शेषस्य तुल्यताम् ।।१।।
तव एवंविधलीलायितेन चित्तं न कम्पते कस्य । यदि सर्वथाऽपि प्रस्तरविनिर्मितः भवेत् सः न जनः ।। २ ।।
હજારો રાજાઓથી અનુસરાતો, નવા નગરાદિક જોતો, અંગ, વંગ, કલિંગાદિ દેશોમાં અન્ય અન્ય રાજાઓને સ્થાપન કરતો તે મગધ દેશમાં પહોંચ્યો, ત્યાં કોટિ પુરુષો ઉપાડી શકે તેવી મહાશિલા તેના જોવામાં આવી, એટલે પોતાના ભુજબળના ગર્વથી તેને લીલાપૂર્વક ડાબા ભુજદંડથી ઉંચે ઉપાડી છત્રની જેમ તેણે શિ૨૫૨ ધારણ કરી. એમ અતુલ બળ જોવાથી હર્ષને લીધે વિકાસ પામતા લોચનવાળા રાજાઓએ જય જયા૨વ કર્યો અને માગધજનોએ આ પ્રમાણે ગુણગાન કર્યા
હે દેવ! મૃણાલ સમાન અને વિશાળ કોટિશિલાને ધારણ કરનાર એવો તમારો હાથ, શિરે ધરણીપૃષ્ટને ધરનાર શેષનાગની સમાનતા બતાવે છે. (૧)
તમારી આવી લીલાથી કોનું ચિત્ત કંપાયમાન ન થાય? પરંતુ તે જન સર્વથા પત્થરથી બનાવેલ ન હોવો भेहये. (२)