________________
तृतीयः प्रस्तावः
२५९ इय निहुरगत्तेण निरुवमसत्तेण निटुरेण बलदेवेण बलु वलु विरियहं। तक्खणि विद्धंसिओ भडमउ नासिउ सयलदिसामुह(?मुहं) पसरियहं ।।१६ ।।
एवं चिय पइदिवसं दोण्हवि सेन्नाण जुज्झमाणाणं ।
विविहप्पयारभीमं एयं जायं समरठाणं ।।१७।। एगत्थ पडियनरवइपियंगणाकरुणरुन्नरवभीमं । अन्नत्थ बंदितज्जणसवडंमुहचलियपडिसुहडं ।।१८ ।।
एगत्थ दंतिदसणग्गभिन्नसूरासिलेहहयरहियं ।
अण्णत्थ भीयकायरनियमुहखित्तंगुलीवलयं ।।१९।। एवं निष्ठुरगात्रेण निरूपमसत्त्वेन, निष्ठुरेण बलदेवेन बलं वालितं वीर्यम | तत्क्षणं विध्वस्तः भटमदा नष्टं सकलदिग्मुखं प्रसृत्य ।।१६।।
एवमेव प्रतिदिवसं द्वयोः अपि सैन्ययोः युध्यमानयोः ।
विविधप्रकारभीमम् एतत् जातं समरस्थानम् ।।१७।। एकत्र पतितनरपतिप्रियाङ्गनाकरुणरुदनरवभीमम् । अन्यत्र बन्दितर्जनाऽभिमुखचलितप्रतिसुभटम् ।।१८ ।।
एकत्र दन्तिदशनाग्रभिन्नशूराऽसिलीढहयरथिकम्। अन्यत्र भीतकातरनिजमुखक्षिप्ताऽङ्गुलीवलयम् ।।१९।।
એમ મજબૂત શરીર અને અનુપમ સત્ત્વશાળી પરાક્રમી બળદેવે, અશ્વગ્રીવની બળવાન સેનાને દૂર કરી. તથા સુભટોના મદનો સત્વર નાશ કરી દીધો, જેથી તેઓ ચોતરફ નાશ-ભાગ કરવા લાગ્યા. (૧૬)
એ પ્રમાણે પ્રતિદિન બંને સેનાનું યુદ્ધ ચાલતાં તે સમરાંગણ અનેક પ્રકારે ભીષણ ભાસવા લાગ્યું. (१७)
તેમજ વળી એક બાજુ માર્યા ગયેલા રાજાઓની રમણીઓના કરુણ રુદનથી ભયંકર અને બીજી બાજુ બંદીજનોની તર્જનાથી પ્રતિસુભટો પાછા આવતા, (૧૮)
એક તરફ હાથીઓના દંતાગ્રથી ભેદાયેલા શૂરાઓની તરવારથી રથિકો માર્યા જતા અને એક તરફ ભય પામેલા કાયરજનો પોતાના મુખમાં આંગળી નાખી રહ્યા હતા. (૧૯)