________________
१९४
श्रीमहावीरचरित्रम एवं च नियमिऊणं ठिओ सुद्धसिलायले। निसामियनियाणबंधा य समागया इयरसमीववत्तिणो तवस्सिणो, भणिओ य सबहुमाणं तेहिं-'भो महाणुभाव! सयंचिय मुणियजुत्ताजुत्तस्स नत्थि जइवि तुह किंपि कहणिज्जं तहावि एयं निवेइज्जइ-जेण न लोहकीलियानिमित्तेण कोऽवि कुणइ देवउलपलीवणं, न वा कोडिप्पमाणरयणरासिणा किणिज्जइ कागिणी, नेव य गोसीसचंदणागरुपमुहसारदारूणि दहिण कीरंति इंगाला, न य एवंविहनिक्कलंकसुचिरचरियविविहतवेहिं किंपागफलं पिव पज्जंतदारुणो काउं जुज्जइ नियाणबंधो। अण्णं च -
किं पवणगुंजिएहिं कंपिज्जइ मंदरो रउद्देहिं । दुज्जणवयणेहिं मणो किं वा पक्खुहइ साहूणं? ||१||
एवं च नियम्य स्थितः शुद्धशिलातले । निश्रुतनिदानबन्धाश्च समागताः इतरसमीपवर्तिनः तपस्विनः भणितश्च सबहुमानं तैः 'भोः महानुभाव! स्वयं एव ज्ञातयुक्ताऽयुक्तस्य नास्ति यद्यपि तव किमपि कथनीयम् तथाऽपि एतद् निवेद्यते - येन न लोहकीलिकानिमित्तेन कोऽपि करोति देवकुलप्रदीपनम्, न वा कोटीप्रमाणरत्नराशिना क्रीयेत काकिणी, नैव च गोशीर्षचन्दनाऽगुरुप्रमुखसारदारूणि दग्ध्वा क्रियन्ते अङ्गाराः, न च एवंविधनिष्कलङ्कसुचिरचरितविविधतपोभिः किम्पाकफलमिव पर्यन्तदारुणः कर्तुं युज्यते निदानबन्धः । अन्यत् च -
किं पवनगुञ्जितैः कम्प्यते मन्दरः रौद्रैः । दुर्जनवचनैः मनः किं वा प्रक्षुभ्यति साधूनाम्? ।।१।।
એમ નિયાણ કરીને તેઓ શુદ્ધ શિલાતલપર બેસી રહ્યા. એવામાં તેમના નિયાણાને સાંભળી, અન્ય મુનિઓ, પાસે રહેતા તપસ્વીઓ આવ્યા અને બહુમાનપૂર્વક કહેવા લાગ્યા કે-“હે મહાનુભાવ! તમે પોતે યુક્તાયુક્તને જાણો છો, તેથી જો કે તમને કંઈપણ કહેવા જેવું નથી, છતાં કંઇક નિવેદન કરીએ છીએ કે-એક લોહની ખીલી નિમિત્તે કોઇ મંદિરને બાળે નહિ. અથવા તો એક કોડીને બદલે કોઇ કોટી પ્રમાણ રત્નો ન આપે, વળી અંગાર કરવાને કોઇ ગોશીર્ષ-ચંદન, અગરુપ્રમુખ શ્રેષ્ઠ કાષ્ટોને ન બાળે, તેમ આવા પ્રકારના નિષ્કલંક અને લાંબા કાળ સુધી આચરેલ વિવિધ તપને બદલે પ્રાંતે કિંપાકના ફળની જેમ દારુણ નિયાણ કરવું તમને કોઈરીતે યુક્ત નથી; અને वणी -
રૌદ્ર પવનના ગુંજારવથી શું મેરુ કંપે ખરો? દુર્જનનાં વચનોથી શું સાધુઓનું મન કદી ક્ષોભ પામે?