________________
प्रथमः प्रस्तावः
सो जयइ जिणो पासो जस्स सिरे सहइ फणिफणकडप्पो। पायडियसत्तजीवाइतत्तसंखं व दावितो।।७।।
कविसेवियपयकमला सुत्तीहि पसाहिया महाभोगा।
गोवग्गजणियसोक्खा सरस्सई जयइ सरियव्व ।।८।। दंसियसमग्गसग्गापवग्गमग्गाण गोयमाईणं । गुणवंताण गुरूणं थुणामि पयपंकयं निच्चं ।।९।।
इय संथवणिज्जप्पयपणाममाहप्पनिद्दलियविग्यो । भव्वाण सोक्खमूलं धम्मुवएसं पयंपेमि ||१०||
सः जयति जिनः पार्श्वः यस्य शिरसि राजते फणिफणा(कटप्रः)समूहः । प्रकटितसप्तजीवादि-तत्त्वसङ्ख्याम् इव दर्शयन् ।।७।।
कविसेवितपदकमला सूक्तिभिः प्रसाधिता महाऽऽभोगा ।
गोवर्गजनितसौख्या सरस्वती जयति सरिद् इव ।।८।। दर्शितसमग्रस्वर्गाऽपवर्गमार्गाणां गौतमादीनाम् । गुणवतां गुरूणां स्तौमि पदपङ्कजं नित्यम् ।।९।।
अत्र संस्तवनीयपदप्रणाममाहात्म्यनिर्दलितविघ्नः | भव्यानां सौख्यमूलं धर्मोपदेशं प्रजल्पामि ।।१०।।
પોતે જણાવેલી સાત જીવાજીવાદિકની સંખ્યાને જાણે બતાવતા હોય એવી ધરણંદ્રની સાત ફણાઓ જેમના શિરપર શોભી રહી છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવંત જયવંતા વર્તે છે. (૭)
કવિજનોએ જેના ચરણ-કમળ સેવ્યાં છે, સુંદર ઉક્તિઓ-સ્તુતિઓ વડે સધાયેલી, મહાઉપયોગવાળી તથા પંડિતજનોને સુખ પમાડનાર એવી સરસ્વતી દેવી સરિતાની જેમ જયવંતી વર્તે છે. સરસ્વતી નદી પણ ગોવર્ગપશુવર્ગને જળપ્રદાનથી આનંદ પમાડે છે. (૮)
સમસ્ત સ્વર્ગ તથા મોક્ષમાર્ગને બતાવનાર ગુણવંત ગૌતમાદિ ગુરુના ચરણકમળને હું સદા સ્તવું છું. (૯)
હવે અહીં (આ ગ્રંથને વિષે) સ્તવનીય એવા પરમાત્માના પદ કમલને કરેલ નમસ્કારના માહાત્મથી નષ્ટ વિદ્ધવાળો હું ભવ્યાત્માઓને સુખના કારણરૂપ એવા ધર્મોપદેશનું કથન કરૂં છું. (૧૦)