________________
१५६
श्रीमहावीरचरित्रम्
चिट्ठइं'त्ति, मंतीहिं भणियं- 'देव ! जाणेमो, केवलं दुन्निग्गहो इत्थीमहागहो', राइणा सविसायं
भणियं
एगत्तो मज्जाया पल्हत्थिज्जइ कुलक्कमपरूढा । अन्नत्तो मरइ पिया आवडियं संकडमियाणि ।। ३५ ।।
संपज्जइ धुवमेहिं अपत्तकालेऽविय विहिवसेणं । दढनेहबंधबंधुरबंधवजणचित्तविच्छेओ ।।३६ ।।
महिलायत्तो राया जुत्ताजुत्तं न पेच्छ किंपि । इय अवजसो दिसासुं अखलियपसरो चिरं भमिही ।। ३७ ।।
च मासाग्रशः तिष्ठति' इति । मन्त्रिभिः भणितं 'देव ! जानीमः केवलं दुर्निग्रहः स्त्रीमहाग्रहः । राज्ञा सविषादं भणितं -
एकत्र मर्यादा पर्यस्यते कुलक्रमप्ररूढा ।
अन्यतः मरति प्रिया आपतितं सङ्कटमिदानीम् ||३५||
सम्पद्यते ध्रुवमिदानीमप्राप्तकालेऽपि च विधिवशेन । दृढस्नेहबन्धबन्धुरबान्धवजनचित्तविच्छेदः ||३६||
महिलाऽऽयत्तः राजा युक्तायुक्तं न प्रेक्षते किमपि । इति अपयशः दिक्षु अस्खलितप्रसरः चिरं भ्रमिष्यति ।। ३७ ।।
બોલ્યા-‘હે દેવ! તે અમો જાણીએ છીએ, છતાં સ્ત્રીજાતિનો દુરાગ્રહ દુઃખે નિગ્રહ કરવા યોગ્ય છે.’ એટલે રાજાએ ખેદ સાથે જણાવ્યું કે
‘એક બાજુ કુલક્રમાગત મર્યાદાનો લોપ થાય છે અને બીજી બાજુ પ્રિયતમા મરણ પામે છે. અહો! અત્યારે તો મહાસંકટ આવી પડ્યું છે. (૩૫)
આ આપત્તિકાળે વિધિના યોગે દૃઢ સ્નેહધારી સ્વજન, સંબંધીઓના મન અવશ્ય તૂટી જશે. (૩૬)
વળી ‘સ્ત્રીને આધીન થયેલ રાજા યોગ્યાયોગ્યનો કાંઇ વિચાર કરતો નથી,' એ પ્રમાણે અપયશ અસ્ખલિત રીતે દિશાઓમાં પ્રચાર પામીને ચિરકાળ ભમશે; (૩૭)